Triple Accident: વંથલી નજીક સર્જાયો ટ્રિપલ અકસ્માત, પ્રવાસેથી પરત ફરતી હતી બસ
Junagadh News: અકસ્માત બાદ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. જૂનાગઢના વંથલી નજીક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. બે બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. સ્કૂલના પ્રવાસની બસ સોમનાથથી પરત ફરતી હતી તે વખતે અકસ્માત નડ્યો હતો. જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. 108 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ખાંભાના જામકા ગામ નજીક બાઈક-રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 1 વ્યક્તિનું મોત અને 11 લોકો ઘાયલ થયા હતા. બાઈક સવાર વિદ્યાર્થીનું રાજુલામાં હોસ્પિટલ પહોંચે પહેલા જ મોત થયું હતું અને એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્ત લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.અમરેલી જિલ્લામાં 2023માં અકસ્માતની 135 ઘટના નોંધાઈ હતી. અકસ્માતનું મુખ્ય કારણ ઓવર સ્પીડિંગ, હેલમેટ ન પહેરવું હતું.
આણંદમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત થયા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી. કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ત્રણ કલાકની જહેમત બાદ 3 મૃતદેહોને બહાર નિકાળવામાં આવ્યા હતા. ત્રણેવ યુવાનો બોરસદના જંત્રાલના વતની હોવાની વિગતો છે. બોરસદના ઝારોલા પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ત્રણના મોત થયા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે. રેતી ભરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. જેસીબીથી કારના પતરાં ઊંચા કરી મૃતદેહોને બહાર કઢાયા હતા. ત્રણ કલાકની જહેમત બાદ 3 મૃતદેહોને બહાર કઢાયા હતા. ત્રણેવ યુવાનો બોરસદના જંત્રાલના વતની છે. ભાદરણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો
અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોની શું છે ખાસિયત? જાણો વિગત
અર્જુન એવોર્ડ સ્વીકાર્યા બાદ મોહમ્મદ શમીએ કરી મોટી જાહેરાત, જાણો વિગતે