Accident: જામનગર ખંભાળિયા હાઇવે પર અકસ્માત, 3ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ
Accident: જામનગર ખંભાળિયા હાઇવે પર અકસ્માત સર્જાયો છે. મોટી ખાવડી નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 4 જેટલા ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા છે.

Accident: જામનગર ખંભાળિયા હાઇવે પર અકસ્માત સર્જાયો છે. મોટી ખાવડી નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 4 જેટલા ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા છે. જો કે, અકસ્માત કેવી રીતે સર્જાયો તેની માહિતી સામે આવી નથી. મૃતકોની ઓળખ પણ હજુ થઈ શકી નથી.
સાંસદ મનસુખ વસાવાએ ફરી બાયો ચડાવી
ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓએ અનેક વખત ભ્રષ્ટાચારને લઈને પોતાની જ સરકાર સામે બાયો ચડાવી છે. આ વખતે સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે. વર્ષ 2023ના માનરેગાના ડેડીયાપાડા,તિલકવાળા અને નાંદોદનું ઓનલાઇન ટેન્ડર મંગાવ્યું હતું. જ્યારે ટેન્ડર ખુલ્યું ત્યારે તાલુકા, જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓના માળતીયાઓની એજન્સીના ટેન્ડર ન લાગતા ટેન્ડર રદ કરવામાં આવ્યા છે.
નવી ટેન્ડર પ્રક્રિયામાં માળતીયાઓને અનુકૂળ ગાઈડલાઈન રાખવામાં આવી છે. મનસુખ વસાવાએ લખ્યું છે કે, કેટલીક એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોએ એડવાન્સમાં અધિકારીઓને નાણાંકીય વ્યવહાર કરી દીધો છે. મનસુખ વસાવાએ ટેન્ડર પ્રક્રિયામાં થયેલ ગેરરીતિ વિશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ અધિકારીઓ,ડી આરડીએના નિયામક અને તેમના સ્ટાફ સામે પગલાં ભરવા રજુઆત કરવાનું પણ જણાવ્યું છે.
ડમી કાંડમાં વધુ બે આરોપીઓને SITએ ઝડપી પાડ્યા
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડમી કાંડને લઇને એક પછી એક અપડે સામે આવી રહ્યાં છે, હવે આ કડીમાં વધુ બે આરોપીઓને ડમી કાંડ મામલે એસઆઇટીની ટીમે ઝડપી પાડ્યા છે. ભાવનગરમાં સામે આવેલા મોટા ડમી કાંડમાં SITની ટીમને મોટી સફળતા મળી છે, SITની ટીમે તળાજામાંથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
માહિતી પ્રમાણે, ભાવનગરમાં ઉજાગર થયેલા મોટા ડમી કાંડ મામલામાં SITની ટીમે કૌશીકભાઇ મહાશંકરભાઇ જાની અને રાજુભાઇ ઉર્ફે રાજ ગીગાભાઇ ભાલીયા બન્નેને ઝડપી પાડ્યા છે, આ બન્ને તળાજાના રહેવાસી છે. ડમી કાંડમાં પકડાયેલ બન્ને આરોપી 36 વિરુદ્ધ નોંધાયેલી FIR પૈકીના છે. SIT ટીમ ડમી કાંડમાં અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ ચૂકી છે, જ્યારે હજુ 19 આરોપીઓ ફરાર છે.
તોડકાંડમાં પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા, જાણો કોના ઘરેથી મળ્યા આ રૂપિયા
તોડકાંડમાં ભાવનગર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યા છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ દ્વારા આ બાબતે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. પોલીસે આ 38 લાખ રૂપિયા આરોબી કાનભા ગોહિલના મિત્રના ઘરેથી રિકવર કર્યા છે. નોંધનીય છે કે, આરોબી કાનભા એ યુવરાજસિંહનો સાળો છે. પોલીસે આ રૂપિયા પંચોની હાજરીમાં કબ્જે લીધા હતા.





















