![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
કાળઝાળ ગરમીની વચ્ચે વાવાઝોડાની આગાહી, બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ, ગુજરાતને કેટલી થશે અસર?
cyclone forecast: બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાની ગુજરાત પર કેટલી અસર થશે જાણીએ...
![કાળઝાળ ગરમીની વચ્ચે વાવાઝોડાની આગાહી, બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ, ગુજરાતને કેટલી થશે અસર? According to the forecast of the Meteorological Department, as the cyclonic system is active in the Bay of Bengal, there will be rain with wind in Gujarat કાળઝાળ ગરમીની વચ્ચે વાવાઝોડાની આગાહી, બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ, ગુજરાતને કેટલી થશે અસર?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/21/3a035fdf6209c3bc052bedf2c6945c79171626747456381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
cyclone forecast:આ અઠવાડિયે ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તીવ્ર ગરમીની આગાહી કરવામાં આવી છે, પરંતુ બુધવાર સુધીમાં બંગાળની ખાડી પર લો પ્રેશર સર્જાઇ તેવી શક્યતા છે. જો કે, આ નીચા દબાણનું ક્ષેત્ર મોસમના પ્રથમ પ્રી-મોન્સુન ચક્રવાતી વાવાઝોડામાં (cyclone) પરિવર્તિત થવાની શક્યતા ઓછી છે. પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્ર, નવી દિલ્હીએ સોમવારે તેની હવામાન આગાહીમાં જણાવ્યું હતું કે, શુક્રવાર સવાર સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની ધારણા છે.
બુધવારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર બને તેવી શક્યતા છે અને તે શરૂઆતમાં ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે અને પછી શુક્રવારે સવાર સુધીમાં મધ્ય બંગાળની ખાડી પર સ્થિર થઇ જશે.હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું, કે નીચા દબાણવાળા વિસ્તાર અથવા ડિપ્રેશન વેધર સિસ્ટમને કારણે નોંધપાત્ર વરસાદ થાય છે અને આ સમયગાળા દરમિયાન આ પ્રેશર ચોમાસાની શરૂઆત કરવામાં મદદરૂપ થઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ઉલ્લેખનિ છે કે, કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં 22મેના રોજ એક લૉ-પ્રેશર એરિયા સર્જાશે અને તે શરૂઆતમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. આ વાવાઝોડું કેટલું ખતરનાક હશે અને ક્યાં વિસ્તારને અસર કરશે તે મુદ્દે હવામાન વિભાગે હજુ સુધી કોઇ સ્પષ્ટ આગાહી કરી નથી પરંતુ આ સિસ્ટમ 24 કે 25 મેના રોજ વાવાઝોડું બની શકે છે અને તે ઓડિશા તથા આંધ્ર પ્રદેશના દરિયાકિનારે ટકારાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
હવામાન નિષ્ણાતોના આંકલન મુજબ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયા બાદ તીવ્ર બને તેવી શક્યતા જોવાઇ રહી છે. તે આંધ્રપ્રદેશ ઓડિશાના દરિયાઇ કાંઠે ટકારાયા બાદ આ તેની ગતિ ધીમી પડી જશે. જેની અસર મહારાષ્ટ્ર ગુજરાત પર પણ તેની અસર થઇ શકે છે. આ સમય દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાનનાં કેટલાંક મૉડલ એવું પણ દર્શાવી રહ્યાં છે કે. હવામાન નિષ્ણાંતના આંકલન મુજબ 22 મેએ બંગાળીની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે અને 24 મેએ ડિપ્રેશનમાં લો-પ્રેશર ફેરવાશે. જેના કારણે ગુજરાતમાં 27મીએ મેના આસપાસ વરસાદની શક્યતા જોવાઇ રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)