Gujarat Rain Forecast:રાજ્યભરમાં મેઘમહેર, કચ્છમાં સૌથી વધુ વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન, ક્યાં કેવી સ્થિતિ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast:રાજ્યમાં વરસાદ લાવતી ત્રણ સિસ્ટમ એક સાથે એક્ટિવ થઇ હોવાથી રાજ્યભરમાં મેઘાવી માહોલ જામ્યો છે. હાલ ગુજરાતમાં ચોમાસુ પુરજોશમાં જામ્યુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 8 જુલાઇ સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Forecast:રાજ્યમાં વરસાદ લાવતી ત્રણ સિસ્ટમ એક સાથે એક્ટિવ થઇ હોવાથી રાજ્યભરમાં મેઘાવી માહોલ જામ્યો છે. હાલ ગુજરાતમાં ચોમાસુ પુરજોશમાં જામ્યુ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 8 જુલાઇ સુધી સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
કચ્છમાં મૂશળધાર વરસાદ
કચ્છના નખત્રાણા તાલુકામાં મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. બે કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ વરસતાં અનેક વિસ્તાર પાણી પાણી થયા છે. વરસાદથી નખત્રાણા પાણી-પાણી થઇ ગયું છે. ભારે વરસાદથી નખત્રાણાની બજારો બેટમાં ફેરવાઈ છે. ભારે વરસાદથી નખત્રાણાની કેટલીક શાળામાં રજા જાહેર કરાઇ છે. છેલ્લા 24 કલાકમાં ભૂજમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના ગાંધીધામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 1 કલાકથી ગાંધીધાધમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે. 1 કલાકના વરસાદે પ્રશાસનની પોલ ખોલી દીધી છે. ધોધમાર વરસાદથી ગાંધીધામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગાંધીધામની બજારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે.જેના કારણે વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા 4 કલાકમાં કચ્છના માંડવીના 1.81 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના ભચાઉમાં 1.81 ઈંચ,અંજારમાં 0.98 ઈંચ, નખત્રાણામાં 0.87 ઈંચ, અબડાસામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. નવસારીમાં ભેસદ ખાડા વિસ્તારમાં નદીના પાણી ઘૂસતા ભેસદ ખાડા વિસ્તારમાં 25થી વધુ ઘર જળમગ્ન થઇ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 5 ઈંચ,પલસાણામાં 4.50 ઈંચ, વ્યારામાં 4 ઈંચ, વાંસદામાં 3.75 ઈંચ અને વઘઈમાં 3.25 ઈંચ સોનગઢમાં 3.50 ઈંચ ડોલવણમાં 6.25 ઈંચ અને સુબીરમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક મધ્યમથી હળવો વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજ છેલ્લા 24 કલાકમાં 3. 25 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં આજે છૂટછવાયો વરસાદ નોંધાયો છે. વલ્લભીપુર 4.25 ઈંચ વરસાદ નોંધાયો છે.ભાવનગર -3 ઈંચ નોંધાયો છે. આ સિવાય હવામાન વિભાગે આજે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબીમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. છેલ્લા 4 કલાકમાં રાજ્યના 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 33 તાલુકામાં અડધો ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે





















