Rain Forecast: રાજ્યભરમાં મેઘ મલ્હાર,આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ત્રણ જિલ્લાને અપાયું એલર્ટ
Rain Forecast:હાલ સર્જાયેલી ઓફ શોર ટ્રફ, સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્રણ જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપ્યું છે.
Rain Forecast:હાલ સર્જાયેલી ઓફ શોર ટ્રફ, સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના મોટાભાગની જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ત્રણ જિલ્લામાં ભારે વરસાદની અનુમાન છે. રેડ એલર્ટ આપ્યું છે.
કયાં રેડ એલર્ટ ?
હવામાન વિભાગના અનુમાન મુજબ જૂનાગઢ,ગીર સોમનાથ,દીવમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદના અનુમાનને લઇને હવામાન વિભાગે ત્રણેય જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે.
કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ?
હવામાન વિભાગે આજે અને આવતી કાલે વરસાદની આગાહી કરી છે. વરસાદની શક્યતાને જોતા કચ્છ,દેવભૂમિ દ્વારકા,પોરબંદર,રાજકોટ,અમરેલી,મોરબી,સુરેન્દ્રનગર,બોટાદ,સુરત,નવસારી,વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
રાજ્યના આ જિલ્લામાં યેલો એલર્ટ
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. પ્રથમ રાઉન્ડમાં પણ જામનગરમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો હતો. જો બીજા રાઉન્ડમાં ખેતી અનુરૂપ વરસાદ થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે જામનગર,ભાવનગર,આણંદ,વડોદરા,ભરૂચ,નર્મદા,તાપી,ડાંગમાં આજના દિવસ માટે યલો એલર્ટ આપ્યું છે.
અમદાવાદમાં સાંજે ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં મોડી સાંજે ધમાકેદાર વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ, ગાંધી રોડ, આશ્રમ રોડ, સીજી રોડ, નરોડા, નારોલ, નિકોલ, બાપુનગર, કૃષ્ણનગર, નરોડા, આસ્ટોડિયા, ગીતા મંદિર, રાયપુર, ખાડિયા, જમાલપુર, બોપલ, ઘુમા, શીલજ, મેઘાણીનગર, મેમ્કો, શાહીબાગ, સેટેલાઈટ રોડમાં વરસાદનું આગમન થયું છે. આ ઉપરાંત રાણીપ, વાડજ, ઘાટલોડિયામાં વરસાદનું જોર વધ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાણંદ, બાવળા, ધંધુકામાં વરસાદ શરૂ થયો છે.
અડધા કલાકના વરસાદથી સચિન ટાવર પાસે પાણી ભરાયા છે. પાણી ભરાવવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રહલાદનગરથી શ્યામલ ચાર રસ્તા સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદને પગલે સિંચાઈ વિભાગ દ્રારા વાસણા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જે બાદ 14 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.