શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થશે. આગામી 5 દિવસ સામાન્ય વરસાદનું અનુમાન છે.

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે લગભગ વિરામ લીધો છે. છૂટછવાયા સામાન્ય ઝાપટા સિવાય રાજ્યમાં ચોમાસુ ક્યાંય સક્રિય નથી. જો કે હવામાન વિભાગે ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રીના સંકેત આપ્યા છે. રાજ્ય પર એક સિસ્ટમ એક્ટિવ થતાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર હાલ એક વરસાદી  સિસ્ટમ સક્રિય હોવાથી હળવાથી સમાન્ય વરસાદનું અનુમાન છે.  હવામાન વિભાગની આગાહી મુજબહ આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર , કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.                    

ગુજરાત પર ચક્રવાતી પવનોની રચનાની અસર રાજસ્થાન અને મધ્યપ્રદેશના  માલવા-નિમાર એટલે કે મધ્ય પ્રદેશના ઈન્દોર-ઉજ્જૈનમાં જોવા મળી રહી છે. ગુરુવારે ખરગોન, ધાર અને ઉજ્જૈનમાં હળવો વરસાદ થયો હતો. શુક્રવારે પણ આવું જ વાતાવરણ રહેવાની ધારણા છે. બંને વિભાગોના ઈન્દોર, ઉજ્જૈન, ખરગોન, બરવાની સહિત 15 જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડી શકે છે.

રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક એટલે કે ચોખ્ખું રહેશે. ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી. ખરેખર, રાજ્યમાં 13-14 ઓગસ્ટ સુધી ચોમાસાનો વિરામ છે. ચોમાસાની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે આવું થઈ રહ્યું છે. 5 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદ થયો નથી, પરંતુ ગુજરાત પર અચાનક સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયા બાદ માળવા-નિમારમાં હવામાનમાં પલટો આવ્યો હતો. ગુજરાત સાથે જોડાયેલા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

તો બીજી તરફ દેશના હવામાન વિશે વાત કરીએ તો ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદનું એલર્ટ છે. શુક્રવારે દેહરાદૂન, ટિહરી અને પૌરી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગાજવીજ અને વીજળીના કડાકા  સાથે અહીં  વરસાદ પડી શકે છે.

આ સિવાય નૈનીતાલ, ઉધમ સિંહ નગર અને ચંપાવતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.  આ વિસ્તારામાં હવામાન વિભાગે  ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હરિદ્વાર, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, અલ્મોડા અને બાગેશ્વરમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. અહીં માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

આ પણ વાંચો

Instagram Feature:ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે સારા સમાચાર, રોલ આઉટ થશે આ નવું ફીચર, ત્યારબાદ આ કામ થઇ જશે સરળ

Accident: જેતપુર નજીક રેલવે ટ્રેક પર સર્જાઇ ભયંકર ઘટના, ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત

Rajkot: લવજેહાદ કેસમાં નવો વળાંક, કોર્ટમાં યુવતીએ માતા પિતા સાથે જવાનો કર્યો ઇન્કાર, કરી આ ઇચ્છા વ્યક્ત

Defamation Case: ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે કોઈ રાહત ન આપી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
Rain Update: ગુજરાત સહિત 24 રાજ્યમાં ભારે વરસાદ તૂટી પડશે, એક જ દિવસમાં પાંચ રાજ્યમાં ચોમાસું પહોંચ્યું
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
ભારતમાં દારૂનો ગેરકાયદેસર વેપલો; ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી લઠ્ઠાકાંડમાં મરી રહ્યા છે લોકો
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Eating Rice At Night: શું રાત્રે ચોખા ખાવાથી તબિયત બગડી શકે છે?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Embed widget