શોધખોળ કરો
કચ્છમાં એડવોકેટ દેવજી મહેશ્વરીની હત્યાથી ખળભળાટ, 12 કલાક બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર
કચ્છના રાપર શહેરમાં ધારાસભ્યના કાર્યાલય પાસે જ વકીલને સરા જાહેર રહેંસી નાખતા ખળભળાટ મચી ગયો છે.
કચ્છના રાપર શહેરમાં ધારાસભ્યના કાર્યાલય પાસે જ વકીલને સરા જાહેર રહેંસી નાખતા ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે સાંજે વકીલ દેવજીભાઈ મહેશ્વરી પર એક યુવાને છરીથી હુમલો કરી નિર્મમ હત્યા નિપજાવી હતી. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હત્યાના 12 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
રાપરમાં એડવોકેટ દેવજી મહેશ્વરીની હત્યા બાદ ક્ચ્છમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માનકુવા, સુખપર,ગઢશીસામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
વકીલ દેવજીભાઈની ઓફિસની બહાર લાલ કલરની ટિશર્ટ પહેરેલ શખ્સ ઉભો હતો. થોડીવારમાં વકીલ દેવજીભાઈ ઓફિસની અંદર જાય છે. તુરંત જ આ શખ્સ દેવજીભાઈ પર છરીથી હુમલો કરે છે. હુમલાખોર માત્ર 10 સેકન્ડમાં હુમલો કરી ફરાર થઇ ગયો હતો.
મૃતક વકીલ દેવજીભાઈ છેલ્લા 20 વર્ષથી વકીલાત કરતા હતા અને ઈન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ હતા. દેવજીભાઈ બામફેસ જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા. હુમલાખોરના મોબાઈલમાં ચાર્જિંગ ના હોવાનાં કારણે નજીક આવેલ પાઉભાજીની દુકાને મોબાઈલ ચાર્જિંગમાં રાખ્યો હતો. જે દરમિયાન તે દુકાનમાં લગાવેલ CCTVમાં કેદ થયો હતો. જોકે હુમલો કરીને તે મોબાઈલ લેવા ઉભો રહ્યો ના હતો જેના કારણે પોલીસ મોબાઈલ અને તેની સાથે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સના આધારે પણ તપાસ કરી રહી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement