શોધખોળ કરો

Gujarat Rain:  આગામી 24 કલાક આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ ? જાણો હવામાન વિભાગની મોટી આગાહી

બિપોરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર:  ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.  દક્ષિણ રાજસ્થાનમાં વાવાઝોડું છે જે સાંજે ડિપ્રેશન બનશે.  ગુજરાતમાંથી બિપરજોય વવાઝોડાની અસર ઓછી થશે. બિપોરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે ડીપ ડીપ્રેશનમાં ફેરવાયુ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે

ગુજરાતમાં તેની અસર ધીરે-ધીરે ઓછી થઈ રહી છે. જોકે સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.    ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ વરસાદ રહેશે.

રાજ્યમાં 24 કલાક વરસાદી માહોલ

અમદાવાદ-ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. બિપોરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. હજુ રાજ્યમાં 24 કલાક વરસાદી માહોલ રહેશે. છુટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ રહેશે.  શુક્રવારે ભારે વરસાદ કચ્છ અને ઓખામાં વરસ્યો હતો.  

મહેસાણા કેટલાક વિસ્તારો ભારે પવન સાથે વરસાદ

બિપરજોઇ વાવાઝોડાના લઇને રાજયમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વિસનગર, મહેસાણા શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. બહુચરાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  વિસનગરમાં ભારે વરસાદના કારણે પાણી  ભરાયા છે. સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે. 

પાલનપુરમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. અહીં ભારે વરસાદના કારણે પાલનપુર હાઈવે પર દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદ થી ગઠામણ પાટિયા વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની ચિંતા વધી છે. સતત ભારે વરસાદ અને ભારે પવનથી જન જીવન ઉપર ખૂબ જ માઠી અસર પડી છે. આટલું જ નહી ભારે વરસાદે વાહનચાલકોની મુશ્કેલી પણ વઘારી છે. 15 થી વધુ ગામડાઓને જોડતા રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.

બિપરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઇ ગયુ છે. પરંતુ તેની અસર ઓછી નથી થઇ.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.  ખાસ કરીને આ અસર ઉત્તર ગુજરાતમાં વધુ રહેવાનું અનુમાન છે. 

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget