શોધખોળ કરો
Advertisement
કોરોનાને મ્હાત આપ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી આજે ફરીથી ચૂંટણી પ્રચારમાં ઉતરશે
કોરોનામુક્ત થયા બાદ હવે તેઓ પૂરજોશમાં પ્રચાર કરશે. કોરોનાની સારવાર માટે એક સપ્તાહથી CM રૂપાણી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા.
કોરોનાને માત આપ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી આજે ફરીથી ચૂંટણી પ્રચારમાં ઉતરશે. CM રૂપાણી આજે રાજકોટમાં સભા સંબોધશે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કરશે. કોરોનાગ્રસ્ત હોવાને કારણે CM અમદાવાદની યુએન હોસ્પિટલમાં એડમિટ હતા.
કોરોનામુક્ત થયા બાદ હવે તેઓ પૂરજોશમાં પ્રચાર કરશે. કોરોનાની સારવાર માટે એક સપ્તાહથી CM રૂપાણી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં મતદાનના દિવસે તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા. તેમણે રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડલાઈન અને માર્ગદર્શિકાના પાલન સાથે છેલ્લા સમયે મતદાન કર્યું હતું.
નોંધનીય છે કે, નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી. તેમની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાને કારણે મુખ્યમંત્રી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચાર કરી શક્યા ન હતા. પરંતુ આજથી ફરીથી તેઓ પ્રચારમાં જોડાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement