Gujarat politics: શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના કોંગ્રેસના વિરોધના કારણે હું રાજીનામુ આપું છું: સી. જે.ચાવડા
કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પાર્ટી સાથે આજે છેડો ફાડી નાખ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં પણ તેમના સૂર બદલાયા જોવા મળ્યાં હતા.
Gujarat politics:કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના ધારાસભ્યએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. રાજીનામુ ધર્યા બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને રામ મંદિર મુદ્દે પણ મહત્વનું નિવેદન કર્યુ છે.
વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમણે વિધાસનભા અધ્યક્ષ શંકર ચૌધરીને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી પોતાનું રાજીનામું સોંપી દીધું છે.આ બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક મુદ્દે ખુલ્લા મને વાતચીત કરી હતી.
સી જે ચાવડાના પ્રેસ કોન્ફરન્સમાં બદલવાયા સૂર
પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાના બદલાયેલા સૂર જોવા મળ્યાં તેમણે ભાજપના ભરપેટ વખાણ કર્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પનોતા પુત્રો દેશ દાઝથી કામ કરી રહ્યા છે ત્યારે તેમનો ખોટો વિરોધ કોંગ્રેસ કરી રહી છે. ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાનો કોંગ્રેસે વિરોધ કરતા હું રાજીનામુ આપું છે. દેશ હિતમાં થતાં કર્યો અને નિર્ણયોનો કોંગ્રેસ ખોટો વિરોધ કરે છે:
સી જે ચાવડાએ કહ્યું કે,“મેં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે,પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહને મે રાજીનામું સોપ્યું છે. ઉપરાંત પક્ષના દંડક તરીકે અમિત ચાવડાને પણ રાજીનામું આપ્યું છે. 25 વર્ષ સુધી મે કૉંગ્રેસમાં સેવા કરી કૉંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી, પાર્ટીએ મને ઘણું આપ્યુ છે, નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના છે. PM મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યુ છે. હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન નથી બનવા માગતો,
ઉલ્લેખનિયન છે કે, પ્રેસ કોન્ફરન્સમાં તેમના બદલાયેલા સૂર એ તરફ ઇસારો કરે છે. કે તે ભાજપમાં જોડાઇ શકે છે. જો કે ભાજપમાં જોડાયા બાદ ચાવડા વિધાનસભા લડશે કે લોકસભા તે સસ્પેન્સ છે. વિજાપુર બેઠક ખાલી થતા સી.જે.ચાવડાને ઉમેદવાર બનવાને લઈને સસ્પેન્સ છે.
#WATCH | Gandhinagar, Gujarat: On his resignation from Congress, Former Congress MLA CJ Chavda says, "I have resigned from Congress. I have worked in the Congress for 25 years... The reason is that when the people of the whole country are joyous because of the Pran Pratishtha at… https://t.co/bW4TQFQpgj pic.twitter.com/XD4XVjMRI5
— ANI (@ANI) January 19, 2024
પ્રેસ કોન્ફરન્સમાં સી. જે. ચાવડાને જ્યારે સીધો જ સવાલ પૂછવામાં આવ્યો કે, શું તેઓ ભાજપમાં જોડાઇ રહ્યાં છે તો તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મતદારો સાથે ચર્ચા બાદ ભાજપમાં જોડાવા અંગે નિર્ણય કરીશ, આ રીતે સી.જે.ચાવડાએ ભાજપમાં જોડાવવા માટેનો પરોક્ષ રીતે સ્વીકાર કર્યો છે.ઉલ્લેખનિય છે કે, ડૉ.સી.જે.ચાવડાના રાજીનામાથી વિધાનસભા ફરી ખંડીત થઇ છે. વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 179 ધારાસભ્યોનું થયું છે.
કોણ છે સી, જે ચાવડા
ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા... મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે... 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા.2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા.... કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા સી જે ચાવડાએ આજે કોંગ્રેસને સંકટમાં મૂકી દીધી છે.