શોધખોળ કરો

Narmada Dam: ફરી વધી રહી છે નર્મદા ડેમની જળસપાટી, 15 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા

Narmada River Dam News: રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સાવર્ત્રિક વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગની નદીઓ અને સરોવરા છલકાઇ ગયા છે

Narmada River Dam News: રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. સાવર્ત્રિક વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગની નદીઓ અને સરોવરા છલકાઇ ગયા છે. જો વાત કરવામાં આવે તો, સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam)માં પાણીની આવક વધી હોવાનું સામે આવ્યું છે. નર્મદા ડેમમાં 3 લાખ ક્યૂસેક કરતાં પણ વધુ પાણીની આવક થઇ રહી છે. ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે અને વધારાના પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. 

ફરી એકવાર નર્મદા ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યારે પડી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે, અને જળસપાટીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં અત્યારે પાણીની ભરપૂર આવક ચાલુ છે. તાજા આંકડા પ્રમાણે, નર્મદા ડેમની જળસપાટી 134.73 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 3 લાખ 80 હજાર 275 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક સતત વધતા 15 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ નર્મદા નદીમાં ડેમમાંથી 2 લાખ 45 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના ગામને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. 

નોંધનીય છે કે, પાણીની સપાટી લધી જતા નર્મદા, વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ભારે વરસાદના કારણે અત્યારે ઉપરવાસના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર ડેમમાં બહોળા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

રાજ્યભરમાં અત્યારે વરસાદ નોંધાયો છે. ભરૂચમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. અનેક જાહેર માર્ગો પર પાણી ભરાતા બંધ કરવામાં આવ્યાં છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાલીયામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે સોનગઢમાં સવા 10 ઈંચ, વ્યારામાં સવા 9 ઈંચ, અને સુરતના માંગરોળ અને વઘઈમાં 8-8 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો

Rain: ગુજરાત માથે હજુ 6 દિવસનો ખતરો, 3થી 9 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Advertisement

વિડિઓઝ

Rajkot Groundnut Theft Case : રાજકોટમાં મગફળીની ચોરીના કેસમાં ચોકીદાર નીકળ્યા ચોર, 4ની ધરપકડ
Surendranagar News : ખનીજના કૂવામાં પડતાં મોતના ભેટેલા યુવકનો 48 કલાક બાદ બહાર કઢાયો મૃતદેહ
Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Banaskantha Farmers Protest :  પાલનપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીનનું પૂરતું વળતર આપવા માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
Gujarat Rain: 15 ઓગસ્ટ બાદ શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ, જાણો હવામાન વિભાગનું અપડેટ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
શું 30 સપ્ટેમ્બર બાદ ATM માંથી 500 રુપિયાની નોટ નહીં નિકળે? સરકારે આપ્યો આ જવાબ 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
આ તારીખ પછી વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે,અંબાલાલ પટેલની આગાહી 
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
'જાદુથી 1 કરોડ લોકો આવી ગયા... અમે બધાને પકડી લઈશું, રાજસ્થાન-બિહાર વેબસાઇટ બંધ', રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર કર્યા પ્રહારો
Electric Scooter: ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Electric Scooter: ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
ગોઝારો શુક્રવાર, રાજ્યમાં રક્ષાબંધનના પૂર્વે રોડ અકસ્માતની હારમાળા,10 લોકોના મૃત્યુ
'જે સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે', કપિલ શર્મા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગસ્ટરે આપી ધમકી
'જે સલમાન સાથે કામ કરશે તેને મારી નાખવામાં આવશે', કપિલ શર્મા ફાયરિંગ કેસમાં લોરેન્સ ગેંગસ્ટરે આપી ધમકી
Embed widget