શોધખોળ કરો

ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદ શહેર માટે ચિંતાના સમાચાર,જાણો

ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર કાળો કેર વર્તાવ્યો છે અને દૈનિક કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ સંક્રમણ છે. અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના નવા 269  કેસો નોંધાયા છે.

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર કાળો કેર વર્તાવ્યો છે અને દૈનિક કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ સંક્રમણ છે. અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના નવા 269  કેસો નોંધાયા છે.  જ્યારે આખા ગુજરાતમાં 573 કેસ નોંધાયા છે.  એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં 2371 કેસ થયા છે. સતત વધી રહેલા કેસ અમદાવાદીઓ માટે ખતરાની ઘંટી છે. ગુજરાતમાં આજે ઓમિક્રોનનો કોઈ કેસ નોંધાયો નથી. 

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 573 કેસ નોંધાયા

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના  કેસનો આંકડો 500ને પાર થયો છે. આજે 573 કેસ  નોંધાયા છે.   બીજી તરફ 102  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,589  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે  મોત થયું છે.  આજે 2,32,392  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 269, સુરત કોર્પોરેશનમાં 74,  વડોદરા   કોર્પોરેશનમાં 41 , રાજકોટ 18, ગાંધીનગર કોર્પોરેશન 16, કચ્છ 16, વલસાડ 15, આણંદ 14, ભાવનગર કોર્પોરેશન 10, રાજકોટ કોર્પોરેશન 10, અમદાવાદ 9, મહીસાગર 9, વડોદરા 9, ભરુચ 8, ખેડા 8, નવસારી 8, જામનગર કોર્પોરેશન 7, અમરેલી 5, મહેસાણા 5, પંચમહાલ 4, સુરત 4, ગાંધીનગર 3, મોરબી 3, જૂનાગઢ 2, સાબરકાંઠા 2, દેવભૂમિ દ્વારકા 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, સુરેન્દ્રનગર 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 2371  કેસ છે. જે પૈકી 11 વેન્ટીલેટર પર છે, જ્યારે 2360 નાગરિકો સ્ટેબલ છે. 8,18,589 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10118 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે રાજકોટ કોર્પોરેશનમાં 1, અરવલ્લી 1 મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 597 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 7961 લોકોને પ્રથમ અને 49341 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 29797 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 144689 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,32,392 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,92,47,220 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

ટોપ સ્ટોરી

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
‘ભાજપમાં રહી AAP-કોંગ્રેસને મદદ કરે છે', સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકારણ ગરમાયું
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Embed widget