શોધખોળ કરો

કોરોનાના દર્દી રેમડેસિવિર ઈંજેક્શન લેતાં પહેલાં ચેતે, આ 5 ગંભીર સાઈડ ઈફેક્ટથી જઈ શકે છે જીવ

કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન અસરકારકર હોવાની માન્યતા છે. ડોકટર્સ પણ રેમડેસિવિર ઈન્જેકશનની ભલામણ કરે છે પણ આ ઈંજેક્શન જીવલેણ સાબિત થઈ શકે છે. મેડિકલ નિષ્ણાતો રેમડેસિવિર ઈંજેક્શનથી આડઅસરની ચેતવણી આપે છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર (Gujarat Corona Cases) મચાવ્યો છે અને દૈનિક 5 હજારથી વધુ કોરોનાના કેસો આવી રહ્યા છે અને ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ખૂબ જ કારગર સાબિત થઈ રહ્યા છે. આ દરમિયાન આજે સવારે ફરીથી ઝાયડ્સ હોસ્પિટલ (Zydus Hospital) ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનનું (Remdesivir Injection) માંગ ફરી વેચાણ શરૂ થયું છે.  આ માટે લોકોએ મધરાતથી જ લાઇનો લગાવી હતી.

કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન અસરકારકર હોવાની માન્યતા છે. ડોકટર્સ પણ  રેમડેસિવિર ઈન્જેકશનની ભલામણ કરે છે પણ આ ઈંજેક્શન જીવલેણ સાબિત થઈ શકે છે. મેડિકલ નિષ્ણાતો રેમડેસિવિર ઈંજેક્શનથી 5 જીવલેણ આડઅસરની ચેતવણી આપે છે.

  1. લોહીમાં ઓક્સિજન ઘટી જઈ શકે. તેના કારણે શ્વાસ રૂંધાય ને મૃત્યુ નિપજે
  2. બ્લડ બાયોમેકર્સના કારણે મહત્વનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય
  3. પાચનતંત્રની ગંભીર સમસ્યાઓ સર્જાય
  4. લિવરને ગંભીર અસર થાય કે જે જીવલેણ સાબિત થાય
  5. સામાન્ય લક્ષણ ધરાવતાં કિસ્સામાં રેમેડેસિવિરનો ઉપયોગ ઠીક નથી

રિમડેસિવિરથી સારવાર કરાયેલા લોકોમાં તે સામાન્ય રીતે થતી સામાન્ય અસરોમાં શ્વાસ રૂંધાવો અને  બ્લડ  બાયોમેકર્સના કારણે મહત્વના અંગ કામ કરતાં બંધ થઈ જઈ શકે છે. જેમાં ઓછી આલ્બુમિન, લો પોટેશિયમ, રક્ત કણોમાં ઘટાડો, થ્રોમ્બોસાયટ્સ ઘટી જવા અને કમળાનો સમાવેશ થાય છે. અન્ય અહેવાલ મુજબ વિપરીત અસરોમાં ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ મુશ્કેલી, લોહીમાં એલિવેટેડ ટ્રાન્સમિનેઝનું સ્તર (યકૃત ઉત્સેચકો), પ્રેરણા સાઇટની પ્રતિક્રિયાઓ અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની અસામાન્યતાઓ સામેલ છે. રેમડેસિવિર ઇન્ફ્યુઝન-સંબંધિત પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે, જેમાં લો બ્લડ પ્રેશર, ઉબકા, ઉલટી થવી, પરસેવો વળવો અથવા કંપન થવું શામેલ છે.   કેટલાક કિસ્સામાં રેમડેસિવિરની આડઅસરમાં લિવર પર પણ જોવા મળે છે. જેને લઈ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.

 આ ઈન્જેકશનના આડેધડ ઉપયોગથી થઈ શકે છે.....

ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે. રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.

રેમડેસિવિર ઈન્જેક્શનની કઈ સારવાર માટે થઈ હતી શોધ

લોકોને કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન અસરકારક હોવાનું લાગે છે અને તેના કારણે જ કોરોનાના દર્દી બચશે એવું લાગે છે ત્યારે રસપ્રદ વાત એ છે કે, મૂળભૂત રીતે રેમડેસિવિર ઈન્જેકશન કોરોનાની સારવાર માટે છે જ નહીં. રેમડેસિવિર ઈન્જેકશન હેપેટાઈટિસ બી રોગની સારવાર માટે બનાવાયું હતું. એ પછી ઈબોલા વાયરસ ડીસિઝ અને મારબર્ગ વાયરસ ઈંફેક્શન માટે પણ તેનો ઉપયોગ શરૂ કરાયો હતો. 2019નાં કોરોનાના કેસ નોંધાવા માંડ્યા પછી તમામ દેશો હાંફળાફાંફળા થઈ ગયા હતા કેમ કે કોરોનાની કોઈ દવા નહોતી. રેમડેસિવિર ઈન્જેકશન મૂળભૂત રીતે એન્ટિવાયરસ મેડિકેશન છે અને કોરોના પણ વાયરસના કારણે ફેલાતો રોગ હોવાથી 2020માં રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ કોરાનાની સારવાર માટે કરવા સંશોધન શરૂ થયાં. આ સંશોધનોનાં પરિણામો હકારાત્મક દેખાતાં રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે શરૂ કરાયો હતો. 2020ની સાલથી વિશ્વના લગભગ 50 દેશોમાં રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ કોરોનાની સારવાર માટે થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget