શોધખોળ કરો

Radhanpur: રાધનપુર નગરપાલિકા પ્રમુખ સામે લાગ્યો બાળ મજૂરી કરાવવાનો આરોપ, કિશોરનો હાથ કપાવા છતા ન આપ્યું વળતર

રાધનપુર: નગરપાલિકા પ્રમુખ મહેશ અદા સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. પાલિકા પ્રમુખની શેરગંજ ખાતે આવેલ અદા ઓઇલ ફેક્ટરીમાં કામ કરતા રાજસ્થાનના શ્રમિકના પરિવારે ફરિયાદ નોંધાવી છે.

રાધનપુર: નગરપાલિકા પ્રમુખ મહેશ અદા સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. પાલિકા પ્રમુખની શેરગંજ ખાતે આવેલ અદા ઓઇલ ફેક્ટરીમાં કામ કરતા રાજસ્થાનના શ્રમિકને ફેક્ટરીની અંદર બંધક બનાવી સમયસર ભોજન ન આપી માનસિક ત્રાસ આપી, બાળ મજૂરી કરાવવા બાબતે અદા ઓઇલ ફેક્ટરીના માલિક મહેશ અદા, સુપર વાઈઝર તેમજ મજુર લાવનાર ઠેકેદાર એમ કુલ ત્રણ લોકો સામે રાજસ્થાનના ચૌરાશી ખાતે ફરિયાદ નોંધાઈ છે અને તે અનુંસંધાને રાધનપુર પોલીસ મથકે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાધનપુર પાલિકા પ્રમુખ મહેશ અદાની સેરગંજ ખાતે આવેલ અદા ઓઇલ ફેક્ટરીમાં બાળ મજૂરોને બંધક બનાવી ફેક્ટરીમાં બાળ મજૂરી કરાવતા હોવાનો ગંભીર આક્ષેપો થયાં છે.  આઠ /નવ માસ પહેલા ફેક્ટરીમાં કામ કરતા 16 વર્ષીય સંગીરનો હાથ કપાઈ જવાની ઘટના બની હતી. જે અંગે મોડે મોડે રાધનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચર્ચાનો વિષય બન્યો છે. ફરિયાદ અનુસાર ઘટના એવી છે કે રાધનપુર પાલિકા પ્રમુખની શેરગંજ ખાતે આવેલ અદા ઓઇલ ફેક્ટરીમાં ફરિયાદીનો મોટો દીકરો અનિલ ત્યાં નોકરી કરતો હતો અને તેના નાના ભાઈ કપિલને લેવા ફેક્ટરીમાં જતા ફેક્ટરીના માલિક મહેશ અદાએ કામ જલ્દી કર તો તારા ભાઈને રજા મળશે અને તું પણ કામે લાગીજા.

આમ આ દરમિયાન કામ કરતી વખતે ફેક્ટરીમાં રહેલ મશીનમાં 16 વર્ષીય અનિલનો હાથ કપાઈ ગયો હતો. જેથી તે સમયે તેને તાત્કાલિક રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા ત્યારે આ સમયે ફેક્ટરીના માલિક દ્વારા ફરિયાદ ન નોંધાવવા તેમજ વળતર આપવાની હૈયાધારણા આપી હતી પરંતુ સમય જતા કોઈ વળતર ના આપતાં બાળકોના પિતા દ્વારા રાજસ્થાનના ડુંગરપૂર જિલ્લાલના ચૌરાશિ પોલીસ મથકે ફેક્ટરીના માલિક મહેશ અદા, સુપરવાઈઝર અને મજુર લાવનાર ઠેકેદાર સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં ઉલ્લેખ છેકે કે અદા ઓઇલ ફેક્ટરીના માલિક તેમજ સુપરવાઈજર મારા બાળકોને બંધક બનાવી બાળ મજૂરી કરાવતા હતા અને ડરાવી ધમાકાવી ઓવર ટાઈમ કરાવતા હતા.

ફરિયાદ બાબતે રાધનપુર પોલીસ મથકના પીઆઈએ નિવેદન આપતાં કહ્યું કે, અદા ફકેટરી મિલના માલિક મહેશ અદા એમની ફેક્ટરી મિલમાં રાજસ્થાનની બહારથી મજૂરો લાવી બાળ મજૂરી કરાવતા અને ભોજન ન આપતાં એવી ફરિયાદ રાજસ્થાનના ડુંગરપુર ખાતે ફરિયાદ આપી જે જીરો નમ્બરથી અહીંયા આપતાં જીરો નમ્બર અહીંયા દાખલ કરી અને આક્ષેપો વાળી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમાં મહેશ અદા ફેક્ટરીના માલિક, પપ્પુ ચૌધરી સુપર વાઈઝર, અને ઠેકેદાર શારદાબેન ત્રણના વિરુધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમાં ફરિયાદીનો દીકરો 14 વર્ષની ઉમર બતાવેલ છે જે બાબતે બાળ મજૂરીની તપાસ કરવાની બાકી છે.

રાધનપુર પાલિકા પ્રમુખ વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ વિશે મહેશ અદાને પૂછતાં તેમને નિવેદન આપતાં કહ્યું કે મારાં પર જે આરોપો લાગ્યા છે કે, હું બાળ મજૂરોને બંધક બનાવી ઓવર ટાઈમ મજૂરી કરાવતો હતો એ ખોટું છે. મારે એટલું મોટુ કામ પણ નથી જેથી મારે મજૂરો જોડે ઓવરટાઈમ કામ કરાવવું જોઈએ અને મજૂરોનો એક મહિનાનો ઠેકો હોય છે જે થકેદારો દ્વારા જ મજૂરોને લાવી કામ કરાવતા હોય છે.  જોકે ઠેકેદાર અને મજુરનો પર્સનલ વિવાદ હોવાના કારણે મને પણ કંપનીનો માલિક હોવાથી ફરિયાદમાં સામેલ કર્યો છે. મને ખોટી રીતે હેરાન અને બદનામ કરવામાં માટે આવું કર્યું છે.

રાધનપુરની અદા ફેકટરીમાં શ્રમ કરતો બાળ મજુર એક માત્ર ભોગ બનનાર બાળક નથી. આવા કિસ્સા તો જેતે ફેક્ટરીના માલિક, મજૂરો લાવતા ઠેકેદારો અને સુપરવાઈઝરો દ્વારા ઓછું વેતન આપવું પડે તે માટે સમગ્ર રાજ્યમાં અસંખ્ય બનતા હોય છે અને જેનો ભોગ બાળમજૂરો તેમનું કિંમતી બાળપણનો ભોગ આપીને ભોગવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget