Botad: પોલીસના ઢોર મારથી યુવકનું મોત થયાનો આરોપ, હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને જાણો શું હુકમ કર્યો ?
સમાજના આગેવાનોનો આરોપ છે કે 14 એપ્રિલના રોજ કાળુભાઇ ઉશ્માનભાઇને ખોટી રીતે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.
બોટાદ: બોટાદના યુવકનું પોલીસે માર માર્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયાનો આરોપ સમાજના આગેવાનોએ લગાવ્યો છે. સમાજના આગેવાનોનો આરોપ છે કે 14 એપ્રિલના રોજ કાળુભાઇ ઉશ્માનભાઇને ખોટી રીતે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે.
આ યુવકને માર મારવાનું કારણ એ હતું કે પોલીસકર્મીઓએ કાળુભાઇ પાસે બાઇકના દસ્તાવેજ માંગ્યા હતા. આ દરમિયાન પોલીસ ડ્રેસમાં ન્હોતી. એટલે કાળુએ પોલીસકર્મીઓ પાસે તેમનું આઇકાર્ડ માંગ્યું હતું. જેથી પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને છોડી મુકાયો હતો.
બાદમાં યુવકને ભાવનગર, બોટાદ અને છેલ્લે અમદાવાદ સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. પરિવારે જ્યાં સુધી ગુનો દાખલ ન થાય ત્યા સુધી મૃતદહે સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. આ પહેલા સમગ્ર વિવાદને લઈ હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને હુકમ કર્યો છે કે સ્થાનિક પોલીસ સ્ટેશન અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક મેળવીને જાળવી રાખવામાં આવે. જ્યારે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવો જોઈએ તેવી માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
Dang: 11 વર્ષની પુત્રીને લઈ તાંત્રિક વિધિ કરવા કિલ્લા પર પહોંચ્યો પિતા, ત્યાં જ થયું એવું કે, તાંત્રિકના ઉડ્યા હોંશ
તાપી અને સુરત જિલ્લાના તાંત્રિક જમીનમાંથી સોનુ કાઢવાની વિધિ કરતા પકડાયા છે. તાપી જિલ્લાના અલઘટ ગામનો પિતા પણ પોતાની 11 વર્ષની પુત્રીને લઈ તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો હતો. રૂપગઢના કિલ્લા પર માસૂમ બાળકીને સાથે રાખી તાંત્રિક વિધિ શરૂ કરતાં પકડાયા છે. ચાલુ તાંત્રિક વિધિ દરમિયાન સ્થાનિક લોકો કિલ્લા પર પહોંચી ગયા હતા અને વિધિ અટકાવી દીધી હતી. આ ઘટનાનો સ્થાનિક લોકોએ વીડિયો પણ ઉતારી લીધો છે. સ્થાનિક લોકોએ બનાવેલ આ વીડિયો વાયરલ થયો છે. પૂછપરછ દરમિયાન તાંત્રિક બારડોલીના બાબેન ગામનો હોવાનું સામે આવ્યું છે. વઘઇ પોલીસે વાયરલ વીડિયોના આધારે તમામ જાણવા જોગ અરજી દાખલ કરી કાર્યવાહી કરી છે.
ચકચારી ડમીકાંડ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ
ચકચારી ડમીકાંડ પ્રકરણમાં ભાવનગર પોલીસે વધું એક આરોપીને ઝડપી પાડ્યો છે. SOG પોલીસે ડમીકાંડમાં સામેલ ભાવેશ જેઠવાને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવેશ જેઠવા મૂળ તળાજા તાલુકાના પીપરલા ગામનો રહેવાસી છે. ભાવેશ જેઠવા LCB નાં PI દ્વારા ભરત નગર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ 9 નુંબરનો આરોપી છે. ફરિયાદ પૈકી 36 માંથી કુલ 21 આરોપીઓ પકડાયા છે જ્યારે હજી પણ 15 પોલીસ પકડથી દૂર છે.