શોધખોળ કરો

Ambalal Patel: ગુજરાતમાં હજુ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી 

છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. હવામાન વિભાગે પણ વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે.

અમદાવાદ: રાજ્યમાં હાલ તો વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. હવામાન વિભાગે પણ વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હુજ વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર 5 નવેમ્બર સુધી વરસાદ ભૂક્કા બોલાવશે. 

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 5 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.  અંબાલાલે આગાહી કરતા કહ્યું કે,  દરિયાકાંઠાના ભાગો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ અનુસાર, 4 થી 8 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપની અપેક્ષા છે. જેના કારણે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. 5 નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે.

રાજ્યમાં વરસાદી માહોલ રહેશે

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 5 તારીખ પછી વાતાવરણમાં સુધારો થવાની શક્યતા છે.  4થી 8 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. 15 નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 29-30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ પણ આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થશે, જ્યારે 1 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે. અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા 18થી 24 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાશે.

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન 

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે.  જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે. 

તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે.  હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો
Gujarat: રાજ્યના માછીમારોના હિતમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો વિગતો
Gujarat rain live updates: સુરતના માંગરોળમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા
Gujarat rain live updates: સુરતના માંગરોળમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Gujarat rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget