શોધખોળ કરો
Advertisement
મોરબીમાં એમ્બ્યુલન્સ પલટતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
માંડવીના લયજા ગામનો પરિવાર અમદાવાદથી સારવાર લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે જ મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો.
મોરબી: મોરબીના હળવદના ધનાળા નજીક એમ્બ્યુલન્સ પલટી મારતા એક જ પરિવારના ત્રણ લોકોના મૃત્યુ થયા છે. માંડવીના લયજા ગામનો પરિવાર અમદાવાદથી સારવાર લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે જ મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી.
હળવદના ધનાળા ગામના પાટીયા પાસે ગોજારો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ પરીવારના ત્રણ સભ્યોના મોત થયા છે. માંડવીના લયજા ગામનો પરિવાર અમદાવાદ હોસ્પિટલે સારવારમાં હતો. દર્દીની તબીયત સુધરતા અમદાવાદ હોસ્પિટલેથી રજા આપતા પ્રાઇવેટ એમ્બુલન્સ કરી પોતાના ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન હળવદના ધનાળા ગામના પાટીયા પાસે પહોચતા ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
પોલીસે મૃતકોના પરિવાર જનોનો સંપર્ક સાધવા અને તેઓની ઓળખ કરવા વધુ કવાયત હાથ ધરી છે. અકસ્માતમાં પલ્ટી જનાર એમ્બ્યુલન્સ બુકડો બોલેલી હાલતમાં જોવા મળતા અકસ્માત કેટલો ગંભીર હશે તે જોઈ શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement