શોધખોળ કરો

News: અમરેલીમાં ચોર ટોળકી બેફામ, વૃદ્ધાને વાતોમાં ફોસલાવી બે સોનાની બૂટ્ટીઓ આંચકી ગ્યા, CCTVમાં દેખાઇ ઘટના

રાજ્યમાં ગઠીયાઓ દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવાનો સિલસિલો ફરી એકવાર શરૂ થયો છે, અમરેલી જિલ્લામાં ગઇકાલે બનેલી એક ઘટનાએ પોલીસને દોડતી કરી છે

Amreli News: રાજ્યમાં ગઠીયાઓ દ્વારા ચોરીની ઘટનાઓને અંજામ આપવાનો સિલસિલો ફરી એકવાર શરૂ થયો છે, અમરેલી જિલ્લામાં ગઇકાલે બનેલી એક ઘટનાએ પોલીસને દોડતી કરી છે. ખરેખરમાં, અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ધોળાદિવસે એક વૃદ્ધાને ગઠીયાઓ શિકાર બનાવી હતી, વૃદ્ધાને વાતોમાં ભેળવીને બે સોનાની બૂટીઓ આંચકી ફરાર થઇ ગયા હતા, આની કિંમત 40 હજારથી વધુની હોવાનું કહેવાઇ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, જિલ્લાના રાજુલા શહેરમાં અજાણ્યા શખ્સે એક વૃદ્ધાને વાતોમાં મશગુલ કરી દીધી, આ પછી આ શખ્સે તકનો લાભ લઇને વૃદ્ધાના કાનમાંથી બે સોનાની બુટ્ટી કાઢી લીધી, જેની કિંમત 40,000 હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના બાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરાઇ છે, ખાસ વાત છે કે, પોલીસને સીસીટીવીમાં એક શંકાસ્પદ વ્યક્તિની દેખાયો હતો, તે પછી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. હાલ રાજુલા પોલીસ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત અલગ અલગ ટીમો દ્વારા કવાયત શરૂ કરાઇ છે.

સુરતમાં લૂંટ વિથ મર્ડરની ઘટનાથી હાહાકાર, રાત્રે ઘરની બારીમાંથી ત્રાટકેલા ચોરે ખેલ્યો ખુની ખેલ

સુરતના બેગમપુરા નવાબની વાડીમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. ચોરી કરવા આવેલા લૂંટારુએ મોબાઈલ ફોન અને બે હેડફોન સાથે 13 હજારની લૂંટ કરી હતી. આ હાજર મહિલાએ લુટારુ સામે પ્રતિકાર કર્યો હતો. ત્યારે આરોપીઓએ આધેડ મહિલાની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત તેના પતિ અને પુત્રને પણ ઢોર માર મારતા અરેરાટી વ્યાપી ગઈ હતી. 

માત્ર ૧૩ હજારની રકમ માટે ખુની ખેલ ખેલ્યો

માત્ર ૧૩ હજારની રકમ માટે આતંકનો ખેલ ખેલનાર બે પૈકી એકને પુણા પોલીસે જ્યારે બીજાને સલાબતપુરા પોલીસે ઝડપી લીધો છે. નવાબની વાડી કુબેરજી હાઉસ સામે આવેલ હનુમંત નમકીન ઉપરના મકાનમાં રહેતા અને ફરસાણના વ્યવસાય સાથે જોડાયેલા ફરસારામ તેમની ૪૮ વર્ષીય પત્ની ગીતાબેન પ્રજાપતિ અને ત્રણ સંતાનો સાથે રહે છે.

ફોન અને બે હેડફોન સહિત ૧૩ હજારની મતા લૂંટી ફરાર

તેમનો પુત્ર ભરત ઘરેથી સોફ્ટવેર એન્જિનિયરનું કામ કરતો હોય પહેલા માળે આવેલો રૂમ તેને રહેવા માટે આપી રાખ્યો હતો. રાત્રે 03:30 વાગ્યે ડ્રેનેજ પાઈપની મદદથી પહેલા માળની ખુલ્લી બારીમાંથી ચોર ઘૂસી આવ્યો હતો. તે વખતે જાગી ગયેલા ભરતને ગાલ પર ચપ્પુ મારી ડરાવી તેની પાસેથી લેપટોપ મોબાઈલ ફોન અને હેડફોન ચોરી લીધા હતા. તે વખતે પહેલા માળે કોમન બાથરૂમ માંથી ભરતની માતા ગીતાબેન બહાર આવ્યા હતા. પુત્રને લોહીલુહાણ સ્થિતિમાં જોતા તેમણે અજાણ્યા યુવકને ચપ્પુ સાથે જોતા તેને પકડવાની કોશિશ કરતા ચોરે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દેતા તેઓ ફસડાઈ પડયા હતા. લૂંટારું મોબાઇલ ફોન અને બે હેડફોન સહિત ૧૩ હજારની મતા લૂંટી ફરાર થઈ ગયા હતા.

પોલીસ સમક્ષ તેણે હત્યા કર્યાની કબુલાત કરી

આ ગુનાને અંજામ આપનાર આરોપીને મનીષ ઉર્ફે મહેશ દેવીપુજક અનાયાસે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસ સમક્ષ તેણે હત્યા કર્યાની કબુલાત કરી હતી અને તેને અહીં ચોરી કરવા કરણસિંહ લઈ ગયા હોવાની કબૂલાત વચ્ચે સલાબતપુરા પોલીસે તેને પણ દબોચી લીધો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ghed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Embed widget