શોધખોળ કરો

News: ગુજરાતના આ ગામમાં દિવાળી, આઝાદી પછી પહેલીવાર 30 ઘરોને વીજળી મળી, અંધારપટ દુર થયો

વિકસિત ગુજરાતમાં વધુ એક ચોંકાવનારી હકીકતની ઘટના સામે આવી છે, ગુજરાતમાં એક ગામ એવું પણ હતુ જ્યાં વર્ષો વીતી ગયા છતાં લોકો વીજળીથી દુર હતા

Amreli News: વિકસિત ગુજરાતમાં વધુ એક ચોંકાવનારી હકીકતની ઘટના સામે આવી છે, ગુજરાતમાં એક ગામ એવું પણ હતુ જ્યાં વર્ષો વીતી ગયા છતાં લોકો વીજળીથી દુર હતા, હવે આ લોકોને પોતાના ઘરમાં વીજળી મળતાં દિવાળી જેવો માહોલ છવાયો છે, ખરેખરમાં અહીં વાત અમરેલી જિલ્લાના હિંડોરણા નજીક આવેલા મીરા દાતાર વિસ્તારની કરવામાં આવી રહી હતી, અહીં ધારાસભ્યની અથાક મહેનત બાદ આઝાદી બાદ લોકોને વીજળી મળી છે. વાંચો....

અમરેલી જિલ્લામાંથી એક ખાસ સામાચાર સામે આવ્યા છે, અહીં જિલ્લાના રાજુલાના હિંડોરણા નજીક આવેલા મીરા દાતાર વિસ્તાર હાલમાં વગર દિવાળીએ દિવાળી જેવો આનંદનો માહોલ છવાયો છે, ખરેખરમાં અહીં આઝાદી બાદ લોકોના ઘરોમાં વીજળી આવી છે. મીરા દાતાર વિસ્તારમાં આઝાદી બાદ પહેલીવાર 30 પરિવારોને વીજળી મળી છે, આ પરિવારો અહીંયા અંધાપરટમાં વર્ષોથી વસવાટ કરી રહ્યાં હતા, હવે તેમનો અંધારપટ દુર થયો છે. 

ખાસ વાત છે કે, મીરા દાતાર વિસ્તારના 30 પરિવારોએ અનેકવાર તંત્ર અને સરકાર સામે પોતાની વીજળીની સમસ્યાઓ મુકી હતી, પરંતુ કોઇ નિકાલ આવતો ન હતો, જોકે, રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ આ મામલે રજૂઆત કરવામાં આવી, અને ધારાસભ્યએ આ વિસ્તારના 30 પરિવારોને વીજળી મળે તે માટે ખાસ પ્રયાસો હાથ ધર્યા અને અંતે જ્યોતિગ્રામથી વીજળી મળી. હાલમા આ તમામ પરિવારોને જ્યોતિગ્રામ યોજના અંતર્ગત વીજળીના કનેક્શનો આપવામાં આવ્યા છે. જ્યોતિગ્રામ યોજના હેઠળ લાઈટના લોકાર્પણ સમયે ધારાસભ્ય હીરા સોલંકી પીજીવીસીએલ નાયબ ઇજનેર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અમરેલી કૂવામાંથી મળેલ મૃતદેહ મુદ્દે મોટો ખુલાસો

અમરેલીના લાલાવદરની સીમામાં આવેલા ખેતરના કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે મોટો ખુલાસો થયો છે. અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયની હત્યા કરી ને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આજે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.

ગત તારીખ 12 જાન્યુઆરીની સવારે અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમમાં આવેલા ખેતરના કુવામાંથી ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમા એક દંપતિ અને એક આઠ વર્ષની કિશોરી ના મૃતદેહો હતા. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ શંકાસ્પદ હોવાના આધારે ત્રણેય મૃતદેહ ને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર મોકલાયા હતા. જેમા ત્રણેયની હત્યા થઈ હોવાનું બહાર આવતા જીલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આજે (15 જાન્યુઆરી)ના રોજ હત્યાના ચાર આરોપીઓ પૈકી ત્રણ હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે.

હત્યા કરવા પાછળનું ચોકાવનારૂ કારણ બહાર આવ્યું છે. થોડા મહિનાઓ પહેલા આ હત્યાકાંડનાં મુખ્ય આરોપી ભુરા મોહન બામનીયાની દિકરી નુ બીમારી સબબ અવસાન થયું હતું. પરંતુ ભુરા મોહનને મનમાં એવી શંકા હતી કે તેમની દીકરી પર મૃતક દંપતિ એ તાંત્રિક વિધિ કરી હતી જેના કારણે મૃત્યુ થયું હતું. બસ આ વાતની અદાવત રાખીને તેમણે આ દંપતીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો  અને ગત દસ તારીખ ની રાત્રે ચાર લોકો (1) બબલુ ઉર્ફે પ્યાર સિંહ ભુરસિંહ વસુનીયા, (2) મેર સિંહ તીનચીયા પારદીયા, (3) ઈન્દ્ર કિશન વસુનીયા, અને (4) ભુરા મોહન બામનીયા લાલાવદરની સીમમાં પહોંચ્યા હતા અને દંપતિનું ગળુ દબાવી ને હત્યા કરી હતી. જોકે ત્યા હાજર રહેલી એક આઠ વર્ષ ની કિશોરી એ આ હત્યા તેમની નજર સામે જોઈ હતી અને હત્યારાઓને ઓળખી જતા તેમની પણ હત્યા કરી અને ત્રણેય લાશોને કુવામાં ફેંકી દીધી હતી.

નોંધનીય છે કે, અમરેલીના લાલવદર ગામે આવેલ દકુભાઈ ધાનાણી નામના ખેડૂત સવારે વાડીએ આવતાં તેમને આ બનાવ અંગે જાણ થઈ હતી. ખેડૂતો આ અંગે પોલીસને જાણ કરી હતી. અમરેલી તાલુકા પોલીસ, અમરેલી ફાયર ફાયટરની ટીમ સાથે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાંસદ સહિતના લોકો કુવામાંથી મૃતદેહને બહાર કાઢવા કામે લાગ્યા હતા. વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા તથા જાનુબેન અંતુરભાઈ દેવરખીયા નામની બે મહિલા સહિત 3 પરપ્રાંતિય વ્યક્તિની વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી. બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ ત્રણેયે બે દિવસ પહેલા કુવામાં ઝંપલાવ્યું હતું. કુવામાં ઝંપલાવવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે એ કારણ જાણવા સહિતની વિગતો મેળવા તજવીજ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget