શોધખોળ કરો

અમરેલીમાં સાર્વત્રીક વરસાદથી જગતના તાતની વધી ચિંતા, જાણો કયા ડેમના ખોલવામાં આવ્યા દરવાજા

સીઝનમાં સતત એકધારા પડેલા વરસાદ બાદ હવે ચોમાસાની વિદાયની ઘડી ગણાઈ રહી છે ત્યારે જતા જતા પણ મેઘરાજા અમરેલીમાં કહેર વરસાવી રહ્યા છે.

અમરેલી જિલ્લા પર ચાલુ વર્ષે મેઘરાજા વધારે પડતાં મહેરબાન થયા છે. સીઝનમાં સતત એકધારા પડેલા વરસાદ બાદ હવે ચોમાસાની વિદાયની ઘડી ગણાઈ રહી છે ત્યારે જતા જતા પણ મેઘરાજા અમરેલીમાં કહેર વરસાવી રહ્યા છે. આજે બપોર પછી જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ ખાબકતાં જગતના તાતની ચિંતા વધી ગઈ હતી. રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે ધાતરવાડી ડેમ-2 ફરી છલકાયો હતો. ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે નીચાણવાળા ખાખબાઈ, વડ, છતડીયા, હીડોરાણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સાવરકુંડલાના અનેક ગામોમાં વરસાદ પડતાં કપાસના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે. પંથકના ચરખડિયા, નાના ભમોદ્રા, સીમરણ(જીરા), ખડકાળા સહિત ઘણા ગામોમાં બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. અમરેલીમાં સાર્વત્રીક વરસાદથી જગતના તાતની વધી ચિંતા, જાણો કયા ડેમના ખોલવામાં આવ્યા દરવાજા બાબરા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. બાબરાના પાનસડા,થોરખાણ, ગરણી, ઘૂઘરાળા સહિતના અનેત ગામોમાં વરસાદને પગલે ખેડૂતોના પાકોને નુક્શાનની ભીતિ છે. ખેડૂતોનો મગફળી અને તલનો પાક નિષ્ફળ ગયા બાદ થોડી ઘણી આશા કપાસના પાક પર હતી. પરંતુ વરસાદથી તે પણ નિષ્ફળ જઈ શકે છે. અમરેલી તાલુકાના ફતેપુરા, બાબાપુર,પાણિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ધારીના ગોપાલગ્રામ, હાલરીયા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ખાંભા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઘોધમાર વરસાદથી રોડ રસ્તા પાણી પાણી હતા. ખાંભાના નાનુડી, રાણીંગપરા, સરાકડિયા, ડેડાણ સહિતના ગામોમાં વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget