સાવરકુંડલાના બાઢડા ગામે સર્જાયેલા જીવલેણ અકસ્માતના મૃતકોનું આ રહ્યું લિસ્ટ, સીએમ રૂપાણીએ કરી સહાયની જાહેરાત
બાઢડા ગામે આવેલ દત્ત હોટલની બાજુમાં સાવરકુંડલાથી રાજુલા તરફ જતા રેલવે ફાટકના ૨૦૦ મીટર પહેલા વળાંક ઉપર આ અકસ્માત સર્જાયો હતો.
અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતો. જ્યારે બેથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બાઢડા નજીક રોડની સાઈડમાં પરિવાર ઉંઘતો હતો ત્યારે જ રોડ પરથી પસાર થતી ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝુંપડામાં રહેતા આઠ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
ક્યાં સર્જાયો ગોજારો અકસ્માત
બાઢડા ગામે આવેલ દત્ત હોટલની બાજુમાં સાવરકુંડલાથી રાજુલા તરફ જતા રેલવે ફાટકના ૨૦૦ મીટર પહેલા વળાંક ઉપર આ અકસ્માત સર્જાયો હતો. રોડની જમણી સાઇડ ઝુંપડામાં રહેતા લોકો ઉપર રાત્રે 2.30 કલાકે મોડિફાઇડ ક્રૈન દ્રારા અકસ્માત સર્જાતા ૮ લોકો મૃત્યુ પામ્યા અને બે લોકો ઇજા થઈ હતી
મૃતકોનું લિસ્ટ
(૧) પુજાબેન હેમરાજભાઇ સોલંકી, ઉ.વ.૦૮, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૨) લક્ષ્મીબેન હેમરાજભાઇ સોલંકી, ઉ.વ.૩૦, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૩) શુકનબેન હેમરાજભાઇ સોલંકી, ઉ.વ.૧૩, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૪) હેમરાજભાઇ રઘાભાઇ સોલંકી, ઉ.વ.૩૭, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૫) નરશીભાઇ વસનભાઇ સાંખલા, ઉ.વ.૬૦, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૬) નવઘણભાઇ વસનભાઇ સાંખલા, ઉ.વ.૬૫, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૭) વિરમભાઇ છગનભાઇ રાઠોડ, ઉ.વ.૩૫, રહે.બગસરા જેતપુર રોડ, જી.અમરેલી
(૮) લાલાભાઇ ઉર્ફે દાદુભાઇ ડાયાભાઇ રાઠોડ, ઉ.વ.૨૦, રહે.બગસરા, જી.અમરેલી
ઇજા પામનાર:
(૧) ગીલી હેમરાજભાઇ સોલંકી, ઉ.વ.૦૭, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
(૨) લાલો હેમરાજભાઇ સોલંકી, ઉ.વ.૦૩, રહે.અમરેલી ચિત્તલ રોડ, ગાયત્રી મંદિર પાસે, જી.અમરેલી
તમામ મરણજનારને પી.એમ. માટે તથા ઇજા પામનારને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને મોડિફાઇડ ક્રેનના ચાલક ડ્રાયવર પોલીસ કસ્ટડીમાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ આખીયે કમનસીબ ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહેવાલ મોકલવા અમરેલી કલેકટર ને આદેશો આપ્યા છે.
સાવરકુંડલના બાઢડા ગામ નજીક સર્જાયેલા અકસ્માતને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. ટ્વિટરના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સાથે જ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખની સહાયની પણ જાહેરાત કરી છે. સાથે જ આખીય કમનસીબ ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહવેલા મોકલવા અમરેલી કલેક્ટરને આદેશ કર્યા છે.