Dahod: તેલ ભરેલા ટેન્કરમાં અકસ્માત બાદ લાગી આગ, ડ્રાઈવર જીવતો ભુંજાયો
દાહોદ: સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અકસ્માત બાદ આગ લાગતા ચાલકનું મોત થયું છે. ટેન્કરમાં ફસાયેલા ચાલકનું ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી મચી ગઈ છે. કન્ટેનર અને તેલના ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો.
દાહોદ: સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અકસ્માત બાદ આગ લાગતા ચાલકનું મોત થયું છે. ટેન્કરમાં ફસાયેલા ચાલકનું ઘટના સ્થળે જ મોત થતા અરેરાટી મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કન્ટેનર અને તેલના ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. જે બાદ ટેન્કરમાં આગ ફાટી નિકળી હતી. રોઝમ ગામ હાઇવે પર રાત્રી દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી. ટેન્કરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત દાહોદ ફાયર ફાયટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે, 3 કલાક એક તરફના રસ્તાને ડાયવર્ઝન કરાયો હતો. ફાયરના જવાનોએ ચાલકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોટમ માટે મોકલી દીધો હતો. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો
Veraval : ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાતા વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સુત્રાપાડાની એક પરણીતાએ નોંધાવી ફરિયાદ વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર હરેશ ગલચર પર અનેક વાર બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો છે. મહિલાએ ત્યાં સુધી ગંભીર આક્ષેપો કર્યા કે RFO હરેશ ગલચરે વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ફોરેસ્ટ ક્વાર્ટરમાં બોલાવી તેના પર અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે ગુન્હામાં મદદગારી કરનાર દાનીશ પંજા અને રાજ ગલચર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. RFO હરેશ ગલચર વિરુદ્ધ ગુન્હો નોંધાતા વન વિભાગ માં ખળભળાટ મચી ગયો છે.
મહિલા પર બળાત્કાર 25 વાર ગુજાર્યાના આરોપ
વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરણીતાએ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર બળાત્કારના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.આ અંગે ગીર સોમનાથ જિલ્લા એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવેલ કે, આ ઘટનાની પીડિત મહિલાના સંબંધી ગેરકાયદે લાયનશોમાં પકડાયેલ જેને છોડાવવા પીડિતા તેના પતિ સાથે RFO હરેશ ગલચર ને મળ્યા હતા. સંપર્કમાં આવેલ પીડિતાના મોબાઈલ નંબર મેળવી તેને મદદની લાલચ આપી શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પીડિતાના કહેવા મુજબધાકધમકી આપી ફોરેસ્ટ ક્વાર્ટર અને કચેરીમાં 25 વખત બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
મહિલાના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી
પીડિતાના કહેવા મુજબ આરોપી RFO હરેશ ગલચર દ્વારા તેમના પતિ અને સંતાનને મારી નાખવાની તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવતી.એ.એસ.પી. ઓમપ્રકાશ જાટે વધુમાં જણાવેલ કે, પીડિતા દ્વારા થોડા સમય પૂર્વે પોલીસમાં ફરિયાદ અરજી આપવામાં આવેલ ત્યારે આરોપી દ્વારા પીડિતાના પતિને સુત્રાપાડા રેંજ ફોરેસ્ટ ઓફીસ કરાર આધારિત નોકરી પર રાખી ફરિયાદના કરવા દબાણ કરેલ પરંતુ બાદમાં તેમના પતિ પગાર લેવા જતા ધમકાવી કાઢી મુકેલ.