શોધખોળ કરો

યાત્રાધામ પાવાગઢમાં પૌરાણિક તોપગોળાના અવશેષો મળી આવ્યા, જાણો વિગત

યાત્રાધામ પાવાગઢની માચી ખાતે આવેલ ધર્મ શાળાના ખોદકામ દરમિયાન પૌરાણિક તોપ ગોળા સહીતના અવશેષો મળી આવ્યા છે. પાવાગઢ પોલીસ સહીત પુરાતત્વ વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી.

પંચમહાલઃ યાત્રાધામ પાવાગઢની માચી ખાતે આવેલ ધર્મ શાળાના ખોદકામ દરમિયાન પૌરાણિક તોપ ગોળા સહીતના અવશેષો મળી આવ્યા છે. પાવાગઢ પોલીસ સહીત પુરાતત્વ વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષો કેટલા સમયના છે તે જાણવા માટેની કવાયત પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલ યાત્રા ધામ પાવાગઢ મંદિર ખાતેના નિજ મંદિર સહીતના બાંધકામની કામગીરી ચાલી રહી છે.

યાત્રાધામ પાવાગઢમાં પૌરાણિક તોપગોળાના અવશેષો મળી આવ્યા, જાણો વિગત

ગુજરાતની વધુ એક નવતર પહેલ: નવા મ્યુટેશન સ્ટ્રેનનું નિરીક્ષણ વધુ સરળ બનશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર સંચાલિત સંસ્થામાં દેશભરમાં પ્રથમવાર હાઇ એન્ડ જિનોમ સિકવન્સિંગ મશીન ઇન્સ્ટોલ કરવાની ગુજરાતે સિદ્ધિ મેળવી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાઇ-થ્રુપુટ નેકસ્ટ જનરેશન સિકવન્સિંગ- Novaseq 6000નું અનાવરણ કર્યુ હતું.  સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં અનાવરણ કરાયું હતું. 

ગુજરાત ટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે કાર્યરત થનારા મશીનથી સિકવન્સિંગ કેપેસિટીમાં ૯ ગણો વધારો થશે.  નવા મ્યુટેશન–સ્ટ્રેનનું નિરીક્ષણ વધુ સરળ બનશે. કેન્સર-રેર જિનેટીક ડિસઓર્ડર-પોપ્યુલેશન જિનેટિક્સ-સંપૂર્ણ જિનોમ વગેરે સરળતાથી કરી શકાશે .મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે જિનોમ સિક્વન્સિંગ ક્ષેત્રે એક નવતર પહેલ હાથ ધરી છે.  રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા નવું હાઇ-થ્રુપુટ જિનોમ સિકવન્સિંગ Novaseq 6000 મશીન ખરીદવામાં આવ્યું છે. 

કોઇ પણ રાજ્ય સરકાર સંચાલિત સંસ્થામાં આવું અદ્યતન મશીન સૌપ્રથમ ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે આ મશીન ઇન્સ્ટોલેશનથી મેળવી છે.  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સાયન્સ ટેક્નોલોજી મંત્રી જીતુ વાઘાણી અને મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ સચિવ વિજય નહેરાની ઉપસ્થિતિમાં આ મશીનનું રાજ્યની નવી બાયોટેક્નોલોજી પોલિસીના લોંચીંગ વેળાએ સાયન્સ સિટી ખાતે લોકાર્પણ કર્યુ હતું.
 
ગુજરાતમાં બાયોટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોમાં ટ્રાન્સનેશનલ રિસર્ચ કરવા માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અંતર્ગત આ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર GBRCની સ્થાપના કરવામાં આવેલી છે.  આ સંસ્થામાં વિવિધ આંતરરાષ્ટ્રિય, રાષ્ટ્રિય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા ૩૦ થી વધુ પ્રોજેક્ટસ ચાલી રહ્યા છે.  એટલું જ નહિ, કોવિડ-19 મહામારી દરમ્યાન જિનોમીક્સ સર્વેલન્સ, ડાયગ્નોસ્ટિકસ, વેસ્ટ વોટર સર્વેલન્સ વગેરે પર પણ GBRCએ કામ કરેલું છે. મુખ્યમંત્રીએ આ સંસ્થાને વધુ સુદ્રઢ અને સુગ્રિથત-સક્ષમ બનાવવાના હેતુસર ૧૩.૯પ કરોડ રૂપિયાના ખર્ચે હાઇ-થ્રુપુટ જિનોમ સિક્વન્સિંગ મશીન ખરીદવા મંજૂરી આપી હતી. 

તદ્દઅનુસાર, GBRCએ ખરીદી કરીને ઇન્સ્ટોલ કરેલા આ Novaseq 6000 મશીનને પરિણામે GBRCની સિકવન્સિંગ કેપેસિટીમાં અંદાજે ૯ ગણો વધારો થયો છે.  આ Illumina Novaseq 6000 બે દિવસમાં 6Tb અને ર૦ બિલિયન રીડ જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.  GBRCમાં ઇન્સ્ટોલ થયેલા આ મશીનની મદદથી એક મહિનામાં 3000થી વધુ SARS-CoV-2 (COVID-19) જીનોમનું સિક્વન્સિંગ કરવું શક્ય છે, તેના સહયોગથી નવા મ્યુટેશન અથવા સ્ટ્રેનનું નિરીક્ષણ કરવું પણ વધુ સરળ બનશે. અન્ય સંશોધનો કેન્સર, રેર જીનેટીક ડિસઓર્ડર, પોપ્યુલેશન જીનેટીક્સ, સંપૂર્ણ જીનોમ/એક્જોમ/ટ્રાન્સક્રિપ્ટોમ વગેરે સરળતાથી કરવા શક્ય બનશે.
આ મશીનની મદદથી એકસાથે 2-3 દિવસમાં લગભગ 50 મનુષ્યના પૂર્ણ જીનોમનું સિક્વન્સિંગ થઇ શકે છે. વધુ સારી જાતિના પશુ અથવા છોડની પસંદગી માટે પશુ જાતિ અને છોડના સુધારણા કાર્યક્રમોમાં પણ આ મશીન ઉપયોગી થઇ શકે છે. 

NovaSeq 6000 હાઇ-થ્રુપુટ સિક્વન્સર હોવાથી, વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે હજુ પણ અનકલ્ચર્ડ અને ઓછા પ્રમાણમાં થતાં સુક્ષ્મજીવાણુઓનું અન્વેષણ કરવું શક્ય છે. આ મશીનની મદદ વડે આયુર્જિનોમિક્સ, ફાર્મેકોજીનોમિક જેવા જિનોમીક પ્રોગ્રામ કરવા શક્ય બને છે.  આ નવું મશીન જીબીઆરસીની શેર્ડ-લેબ નેટવર્કમાં સામેલ કરવામાં આવશે અને તેનો  ઉપયોગ વિવિધ વિદ્યાર્થીઓ,  શિક્ષણવિદો, સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ અને કંપનીઓ કરી શકશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
Embed widget