શોધખોળ કરો

Heart Attack: ગુજરાતમાં દરરોજ 223થી વધુ લોકોને આવી રહ્યો છે હાર્ટ અટેક, અમદાવાદમાં સૌથી વધુ

ગુજરાતમાં હાલમાં હાર્ટ અટેકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે

ગુજરાતમાં હાલમાં હાર્ટ અટેકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ અટેક સામાન્ય લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. અચાનક લોકો હાર્ટ અટેકના કારણે મૃત્યુ પામી રહ્યા છે. આવી સ્થિતિમાં ગુજરાતમાંથી હાર્ટ અટેક સંબંધિત એક ડેટા સામે આવ્યો છે. જાન્યુઆરીથી જૂલાઈ વચ્ચે અહીં હાર્ટ અટેકના 47180 કેસ નોંધાયા હતા.

આઇએએનએસના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં દરરોજ 223 અને દર કલાકે નવ લોકો હૃદય રોગનો શિકાર બની રહ્યા છે. ઈમરજન્સી સર્વિસ 108 પાસેથી મળેલી માહિતી મુજબ ગત વર્ષે હાર્ટ અટેકના 40258 કેસ નોંધાયા હતા, જ્યારે આ વખતે આ સંખ્યા વધીને 47180 થઈ ગઈ છે. આમ ગયા વર્ષની સરખામણીમાં 17 ટકા વધુ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં હાર્ટ અટેકના સૌથી વધુ કેસ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં નોંધાયા છે. અહીં દરરોજ 66 લોકો તેનાથી પીડિત છે. છેલ્લા સાત મહિનામાં અમદાવાદમાં અંદાજે 13906 લોકોને હાર્ટ અટેક આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે હાર્ટ અટેકથી પીડિત મોટાભાગના દર્દીઓની ઉંમર 40 વર્ષથી ઓછી છે, જે ડોક્ટરો માટે પણ ચિંતાનો વિષય છે.

108 હેલ્થ કેર સર્વિસ સાથે જોડાયેલા ડોક્ટર વિકાસના કહેવા પ્રમાણે અમારી પાસે 803 એમ્બ્યુલન્સનો કાફલો છે. અમારા કોલ સેન્ટર પર દરરોજ 10 હજાર કોલ્સ આવે છે. આમાં ચાર હજાર ઈમરજન્સી કેસ છે. ગુજરાત સરકારના હેલ્થ કોલનો અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોને લાભ મળ્યો છે. ઇમરજન્સી 108 આરોગ્ય તંત્ર લોકો માટે ખૂબ જ મદદરૂપ છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકોને 17 મિનિટમાં તેનો લાભ મળે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં લોકોને આઠથી દસ મિનિટમાં તેનો લાભ મળે છે.

ઈમરજન્સી સર્વિસ 108 પાસેથી મળેલી માહિતી મુજબ ગત વર્ષે હાર્ટ અટેકના 40258 કેસ નોંધાયા હતા, જ્યારે આ વખતે આ સંખ્યા વધીને 47180 થઈ ગઈ છે. આમ ગયા વર્ષની સરખામણીમાં હાર્ટ અટેકના 17 ટકા વધુ કેસ નોંધાયા છે.   

આ પણ વાંચોઃ

Heart Attack Sign: ચહેરાનો રંગ બદલાઈ રહ્યો છે કે સોજો આવી રહ્યો છે... તરત જ સાવધાન થઈ જાવ, હાર્ટ એટેક આવી શકે છે!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
Health Tips: રોજ ખાલી પેટ પીવો આ ઉકાળો, હાર્ટ બ્લોકેજ થશે દૂર,જાણો તેને બનાવવાની વિધિ
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Embed widget