શોધખોળ કરો

Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇ રિક્ષાઓમાં આગ લાગતા 20થી વધુ રિક્ષાઓ બળીને ખાક

Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇ રિક્ષાઓમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાર્જ કરવા રિક્ષાઓ મૂકી હતી તે દરમિયાન આગની ઘટના સામે આવી હતી.

Statue of Unity: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઇ રિક્ષાઓમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાર્જ કરવા રિક્ષાઓ મૂકી હતી તે દરમિયાન આગની ઘટના સામે આવી હતી. મળતી માહિતી પ્રમાણે આ આગમાં 20થી વધુ રિક્ષાઓ આગમાં સ્વાહા થઈ ગઈ છે. ગત મોડી રાતે આ ઘટનાં બની હતી. હાઈ વોલેટજના કારણે આગી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. તમને જણાવી દઈએ કે, કેવડીયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઈ- રિક્ષાઓની સુવિધા તંત્ર દ્વારા શરુ કરવામાં આવી છે. પિંક કલરની ઈ-રિક્ષાઓ એક્ટનગરીમાં 100 જેટલી રાખવામાં આવી છે. ત્યારે ગતરાત્રિના ચાર્જિંગ પોઇન્ટથી 35 ફૂટના અંતરે પાર્કિંગમાં પડેલી રિક્ષાઓમાં અચાનક જ આગ લાગી અને 20 જેટલી ઈ-રિક્ષાઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી.

અમદાવાદમાં 31 ડિસેમ્બરથી શરૂ થશે ફ્લાવર શો

કોરોના સંક્રમણ વકરવાની આશંકા વચ્ચે 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી અમદાવાદમાં ફલાવર શો યોજાશે.  તો ફ્લાવર શોને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ફ્લાવર શોમાં 12 વર્ષથી નાની ઉંમરના અને શાળાના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તો વયસ્ક મુલાકાતીઓ માટે પ્રવેશ ફી 30 રૂપિયા રહેશે

ફ્લાવર શો સમયે બપોરે 2 વાગ્યા સુધી અટલબ્રિજ ચાલુ રહેશે. 14 દિવસ સાંજના સમયે અટલબ્રિજ બંધ રાખવામાં આવશે. ફલાવર શો પૂર્ણ થયા બાદ અટલબ્રિજ ફરી શરૂ કરાશે. ફ્લાવર શોની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ પર રાખવામાં આવી છે. 40 થી 45 જેટલા ફ્લાવર્સના સ્કલ્પચર બનાવાયા છે.  સાથે જ ફ્લાવર શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.

જાન્યુઆરીમાં ભારતમાં વધી શકે છે COVID કેસ, આવી શકે છે કોરોના મહામારીની બીજી નવી લહેર!

નવા વર્ષની શરૂઆતમાં ભારતમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં ઝડપથી વધારો થઈ શકે છે. જાન્યુઆરીમાં અહીં કોરોનાની બીજી લહેર આવી શકે છે. સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ કોરોનાના ભૂતકાળના વલણોનું વિશ્લેષણ કર્યા પછી આ વાત કહી. એવું માનવામાં આવે છે કે આગામી 40 દિવસ દેશ માટે ચિંતાજનક રહેશે. સરકારને આશંકા છે કે જાન્યુઆરીમાં દેશમાં કોરોનાના કેસ વધી શકે છે. આવી સ્થિતિમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વાસ્થ્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી માહિતી મળી છે કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, થાઈલેન્ડ અને સિંગાપોરથી આવતા મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ભરવાનું અને 72 કલાક પહેલા નેગેટિવ RT-PCR રિપોર્ટ દર્શાવવાનું ફરજિયાત બનાવવામાં આવી શકે છે. જો કે, મંત્રાલયના અધિકારીઓનું એમ પણ માનવું છે કે દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો દર વધે તો પણ લોકોમાં ગંભીર લક્ષણો અથવા મૃત્યુની કોઈ શક્યતા નથી.

ચીન સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસોમાં વધારા વચ્ચે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) એ કેન્દ્ર સરકારને કોવિશિલ્ડના બે કરોડ ડોઝ મફતમાં આપવા વિનંતી કરી છે. તે જ સમયે, આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે ચીન સહિત 6 દેશોમાંથી આવતા મુસાફરો પર આગામી સપ્તાહથી કડકાઈ વધારવામાં આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget