શોધખોળ કરો

Panchmahal : શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા પર અજાણ્યા શખ્સોએ તલવારથી જીવલેણ હુમલો કર્યો

પંચમહાલનાં શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી ઉપર અજાણ્યાં શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ  હુમલાની જાણ થતા કૉગ્રેસના ટોચના નેતાઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

ગોધરા: પંચમહાલનાં શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકી ઉપર અજાણ્યાં શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ  હુમલાની જાણ થતા કૉગ્રેસના ટોચના નેતાઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.  શહેરાના રેફરલ હોસ્પિટલ પાસે કેટલાક અજાણ્યાં શખ્સોએ શહેરા તાલુકા પંચાત  કૉગ્રેસનાં વિરોધ પક્ષનાં નેતા જેબી સોલંકી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. 

સ્કોર્પિયો કારમાં આવેલા 7 જેટલાં અજાણ્યા શખ્સોએ લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હતો એ પ્રકારના  આક્ષેપ કરવામાં આવ્યા છે.  હુમલામાં જેબી સોલંકીનાં પગ અને હાથના ભાગે  ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઈને જેબી સોલંકીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

જો કે આ હુમલો શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્રારા કરાવવામા આવ્યો હોવાના આક્ષેપ જેબી સોલંકી દ્રારા લગાવવામાં આવ્યો છે. આ તરફ ગોધરા ખાતે કૉંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓની  ઉપસ્થિતિમાં સમીક્ષા સંવાદ સંકલ્પ અને માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું.  જેમાં કૉંગ્રસના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક,  ભરતસિંહ સોલંકી, ઉષા નાયડુ,  શૈલેષ પરમાર હાજર રહ્યાં હતા. આ હુમલાની જાણ થતાં તમામ નેતા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યાં હતા. 

કૉંગ્રેસ નેતા પર થયેલા હુમલાને લઈ પ્રતિક્રિયા આપતા ભરત સિહ સોલંકીએ ધારાસભ્ય જેઠા ભરવાડ સામે ગંભીર આક્ષેપ કર્યો છે.   ધારાસભ્ય જેઠા ભરવાડે લોકશાહીનું ખૂન કર્યુ છે અને તેમના દ્વારા ગુંડાગર્દી કરવામાં આવે છે તેવા આક્ષેપો તેમણે કર્યો હતા. આ તરફ બનાવને લઈ પોલીસ દ્વારા ફરીયાદ નોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સિવાય પોલીસે અજાણ્યા હુમલાખોરને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.    

દાહોદમાં ગરબાડા અલીરાજપુર હાઇવે પર ટ્રક ચાલકે રિક્ષાને મારી ટક્કર, છના ઘટનાસ્થળે જ મોત

દાહોદમાં ગરબાડા-અલીરાજપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દાહોદમાં ગરબાડા-અલીરાજપુર હાઈવે પર પાટીયાઝોલ ગામના તળાવ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત એટલો ભીષણ હતો કે છ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા તો એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ ગરબાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'
સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'
AAP Candidates List: AAP એ 38 ઉમેદવારોની યાદી કરી જાહેર, કેજરીવાલ અને આતિશી આ બેઠક પરથી ચૂંટણી લડશે 
AAP Candidates List: AAP એ 38 ઉમેદવારોની યાદી કરી જાહેર, કેજરીવાલ અને આતિશી આ બેઠક પરથી ચૂંટણી લડશે 
ગાબામાં હાર બાદ પણ WTC ફાઈનલની રેસમાંથી બહાર નહીં થાય ટીમ ઈન્ડિયા, જાણો નવું સમીકરણ
ગાબામાં હાર બાદ પણ WTC ફાઈનલની રેસમાંથી બહાર નહીં થાય ટીમ ઈન્ડિયા, જાણો નવું સમીકરણ
Maharashtra Cabinet: ફડણવીસ સરકારમાં કોને મળશે તક? શપથ લેતા પહેલા જાણી લો સંભવિત મંત્રીઓની યાદી
Maharashtra Cabinet: ફડણવીસ સરકારમાં કોને મળશે તક? શપથ લેતા પહેલા જાણી લો સંભવિત મંત્રીઓની યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચીThaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતીMorbi Car Accident CCTV : મોરબીમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સામે આવ્યા સીસીટીવીSurat BJP Leader Firing Case : સુરતમાં ભાજપ નેતાને ગન લાયસન્સ માટે ભલામણ કરનાર કોન્સ્ટેબલની બદલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'
સાવરકરના સમર્થનમાં એસપી! રાહુલ ગાંધીને કહ્યું- 'એક પણ ખોટો શબ્દ બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ'
AAP Candidates List: AAP એ 38 ઉમેદવારોની યાદી કરી જાહેર, કેજરીવાલ અને આતિશી આ બેઠક પરથી ચૂંટણી લડશે 
AAP Candidates List: AAP એ 38 ઉમેદવારોની યાદી કરી જાહેર, કેજરીવાલ અને આતિશી આ બેઠક પરથી ચૂંટણી લડશે 
ગાબામાં હાર બાદ પણ WTC ફાઈનલની રેસમાંથી બહાર નહીં થાય ટીમ ઈન્ડિયા, જાણો નવું સમીકરણ
ગાબામાં હાર બાદ પણ WTC ફાઈનલની રેસમાંથી બહાર નહીં થાય ટીમ ઈન્ડિયા, જાણો નવું સમીકરણ
Maharashtra Cabinet: ફડણવીસ સરકારમાં કોને મળશે તક? શપથ લેતા પહેલા જાણી લો સંભવિત મંત્રીઓની યાદી
Maharashtra Cabinet: ફડણવીસ સરકારમાં કોને મળશે તક? શપથ લેતા પહેલા જાણી લો સંભવિત મંત્રીઓની યાદી
INDvsAUS: જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં કપિલ દેવનો આ મોટો રેકોર્ડ કર્યો ધ્વસ્ત 
INDvsAUS: જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં કપિલ દેવનો આ મોટો રેકોર્ડ કર્યો ધ્વસ્ત 
Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી
Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી
સદી ફટકારતા ટ્રેવિસ હેડે બનાવ્યો આ રેકોર્ડ, 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આવુ કરનારો પ્રથમ બેટ્સમેન 
સદી ફટકારતા ટ્રેવિસ હેડે બનાવ્યો આ રેકોર્ડ, 147 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આવુ કરનારો પ્રથમ બેટ્સમેન 
IND vs AUS 3rd Test Day 2 Highlights: ગાબા ટેસ્ટનો બીજો દિવસ ટ્રેવિસ હેડ અને સ્મિથના નામે રહ્યો, બેકફૂટ પર ટીમ ઇન્ડિયા
IND vs AUS 3rd Test Day 2 Highlights: ગાબા ટેસ્ટનો બીજો દિવસ ટ્રેવિસ હેડ અને સ્મિથના નામે રહ્યો, બેકફૂટ પર ટીમ ઇન્ડિયા
Embed widget