શોધખોળ કરો

Chhota Udepur: છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની છેડતી મામલે બે આરોપીની ધરપકડ, ચાર આરોપી ફરાર

છોટાઉદેપુરમાં પીકઅપ વાનમાં વિદ્યાર્થિનીઓની છેડતી મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી

છોટાઉદેપુરમાં પીકઅપ વાનમાં વિદ્યાર્થિનીઓની છેડતી મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે અશ્વિન ભીલ અને અર્જુન ભીલની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ કરાઇ રહી છે

છોટાઉદેપુરનું કોસીન્દ્રામાં મંગળવારના રોજ સ્કૂલમાંથી ઘરે પરત આવતી વખતે પીકઅપ વાનમાં જતી વિદ્યાર્થિનીઓની છેડતી થઇ હતી. વિદ્યાર્થીનીઓએ પીકઅપ વાનમાંથી કૂદીને પોતાને બચાવી હતી.  પીક અપ વાનના ડ્રાઈવર અશ્વિન ભીલ બાદ બુધવારના સાંજના સંખેડા તાલુકાના વાસણા ગામના અર્જુન ભીલની પણ ધરપકડ કરાઇ હતી. પોલીસે માહિતીના આધારે અર્જુન ભીલની ભાવનગરના સિહોરથી ધરપકડ કરી હતી. હજુ આ કેસમાં પરેશ ભીલ, સુરેશ ભીલ, સુનિલ ભીલ અને શૈલેષ ભીલ ફરાર છે જેમની શોધખોળ ચાલી રહી છે.

આ તરફ છોટાઉદેપુરની ઘટના બાદ પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગ એકશનમાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા શિક્ષણ વિભાગે તમામ CRC, BRCને જિલ્લાની તમામ શાળાએ પહોંચી ટ્રાન્સપોર્ટેશન સુવિધાનું મોનિટરીંગ કરવાના આદેશ કર્યા છે. શાળા શરૂ થવા અને છૂટવાના સમયે સ્કૂલો બહાર મોનિટરિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં બાળકોની ઓનલાઈન હાજરી પૂરવામાં ન આવે તેવા વાહન માલિકને પેમેન્ટ ન કરવા પણ આદેશ કર્યા છે. તો જિલ્લા શિક્ષણ વિભાગે એસટી વિભાગ સાથે ટૂંક સમયમાં બેઠક કરશે અને જ્યાં એસટીની સુવિધા ન હોય ત્યાં સુવિધા શરૂ કરવાની દિશામાં પ્રયાસ હાથ ધરાશે.

નોંધનીય છે કે છોટાઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવતા તેમણે ચાલુ જીપમાંથી છલાંગ લગાવી હતી.  જીપમાંથી છલાંગ મારતા બે બાળકીઓને ઈજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. વધુ ઈજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જીપમાંથી કૂદીને છલાંગ લગાવનારી વિદ્યાર્થિનીઓ ઘાયલ થતાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. છેડતીની આ ઘટાનાને લઈ વાલીઓમાં પણ રોષ વ્યાપી ગયો હતો.                                                                                                     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

ABP Premium

વિડિઓઝ

Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

Embed widget