શોધખોળ કરો

બનાસકાંઠાના ખેડૂતો પર વધુ એક આફત, કાતરા જીવાત પડતા પાકને નુકસાન

વારંવાર કુદરતી આપત્તિથી ખેડુતોની હાલત કફોડી બની છે. જેથી નુકસાનગ્રસ્ત પશુપાલક અને ખેડૂતોએ સહાયની માંગ કરી છે.

Banaskantha News: કમોસમી વરસાદ બાદ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર વધુ એક આફત આવી પડી છે. કમોસમી વરસાદ બાદ ખેતરોમાં કાતરા જીવાત પડતા પાક અને પશુપાલનને વ્યાપક નુકશાન થયું છે. ડીસા પંથકમાં કાતરા નામની જીવાત પડતા એરંડા, રાજગરો પાકને નુકશાન થયું છે. તો ડીસાના સદરપુર ગામે કાતરા જીવાતથી ત્રણ પશુઓના મોત થયાની ચર્ચા છે. ઘાસચારા સાથે કાતરા ખાઈ જતાં પશુનું મોત થયાનું ખેડૂતોનો મત છે. વારંવાર કુદરતી આપત્તિથી ખેડુતોની હાલત કફોડી બની છે. જેથી નુકસાનગ્રસ્ત પશુપાલક અને ખેડૂતોએ સહાયની માંગ કરી છે.

અમરેલીની સાવરકુંડલા APMCમાં જાહેર હરાજી બંધ કરાતા ખેડૂતો રઝળ્યા છે. વાત એમ છે કે ધર્મકુળ કોટનનાં પ્રોપ્રાઈટર ઘનશ્યામભાઈ ધડુકને ખેડૂત સાથે અસભ્ય વર્તનનાં આરોપમાં માર્કેટિંગ યાર્ડના ઇસ્પેકટરે નોટીસ ફટકારી હતી. ત્યારે વેપારીને નોટીસ ફટકારાતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળ ખેડૂતોનું દર્દ ન સમજ્યુ અને દાદાગીરીથી યાર્ડની હરાજી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળના આ નિર્ણયના કારણે કડકડતી ઠંડીમાં આખી રાત યાર્ડ બહાર ઉજાગરો કરનાર ખેડૂત રઝળી પડ્યો છે. તો વેપારી મંડળનો આરોપ છે કે, અગાઉ ચૂંટણીની અદાવતમાં વેપારી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર વિવાદ અંગે યાર્ડના સેક્રેટરી ખેડૂતનું દર્દ સમજ્યા અને વેપારી એસોસિએસનને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વેપારી એસોસિએશન ખેડૂતનું દર્દ સમજવા તૈયાર નથી.

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અને ભાવ મુદ્દે ખેડૂતોનો આક્રોશ યથાવત છે. આજે ફરી સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ યાર્ડ બહાર ખેડૂતોએ ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો છે. ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકારના પ્રતિબંધના કારણે ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. હાલમાં ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. સરકારના નિર્ણય બાદ પહેલા ખેડૂતોએ શાંતિપૂર્ણ માહોલમાં વિવિધ પ્રકારે રજૂઆતો કરી પરંતુ તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા હવે વિરોધ આક્રમક બન્યો છે અને હવે સૌરાષ્ટ્રમાં આ વિરોધની આગ ફેલાઈ રહી છે.

 રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો છે.  તો આજે ફરી ગોંડલ યાર્ડ બહાર ખેડૂતોએ વિરોધ નોંધાવી આંદોલનને ઉગ્ર બનાવ્યુ છે. ગોંડલ યાર્ડમાં વિરોધ પ્રદર્શન સમયે 10 જેટલા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસ દોડતી થઈ અને તાત્કાલિક ચીમકી ઉચ્ચારનાર ખેડૂતોની અટકાયત કરી હતી. તો ખેડૂતોના વિરોધના કારણે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક પર બ્રેક લાગતા વેપારીઓનો પણ પરસેવો છુટ્યો છે. ગોંડલ વેપારી એસોસિએશનના પ્રમુખ યોગેશ ક્યાડાએ તાત્કાલિક પ્રશ્નના નિરાકરણની માગ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

વિડિઓઝ

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો
Embed widget