શોધખોળ કરો

કોરોનાનો ડર ઓછો થતાં લોકો ફરવા નીકળી પડ્યા, સાપુતારા, ગીર સાસણમાં હોટલ અને રિસોર્ટ હાઉસ ફુલ

ટુર ઓપરેટરોના જણાવ્યા અનુસાર ઘણા સમય પછી લોકો હવે પ્રવાસ કરવાનું મન બનાવી રહ્યાં છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ભારે ઘટાડો નોંધાય રહ્યો છે. ત્યારે હવે લોકો હવે હિલ સ્ટેશન, પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો પર ફરવા માટે નીકળી પડ્યા છે. જેના કારણે રાજ્યના સાપુતારા, ગીર સાસણ, દ્વારકા, સોમનાથ સહિતના સ્થળો પર મોડી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર ગેસ્ટ હાઉસથી રિસોર્ટ હાઉસફુલ થયા છે. લોકોમાં કોરોનાનો ડર ઓછો થતા હવે શોર્ટ ડેસ્ટિનેશન પર ફરવા જઈ રહ્યા છે. જ્યારે કેટલાક લોકો રાજસ્થાન, કેરળ, મનાલી સહિતના અન્ય રાજ્યોમાં જવાનું પસંદ કરી રહ્યાં છે.

ટુર ઓપરેટરોના જણાવ્યા અનુસાર ઘણા સમય પછી લોકો હવે પ્રવાસ કરવાનું મન બનાવી રહ્યાં છે. તેમાં ય હવે ડિસ્કાઉંટ ટુર પેકેજને લીધે ટુરિસ્ટો આકર્ષાઈ રહ્યાં છે. વિવિધ ટુર પેકેજોમાં 20 ટકા સુધી ડિસ્કાઉંટ આપવામાં આવી રહ્યું છે. જેમાં દિલ્લીથી મનાલીનું ટુર પેકેજ 35 હજારને બદલે 27 હજારમાં ઓફર કરાઈ રહ્યું છે.

અમદાવાદથી ઉદયપુર બે નાઈટ પેકેજ 16 હજારને બદલે 11 હજાર અપાઈ રહ્યું છે. જ્યારે ગુજરાતમાં સાતુપારા, ગીર સાસણમાં મોટા ભાગની રિસોર્ટ ફુલ થઈ ગયા છે. જ્યારે માઉંટ આબુ, ઉદયપુર, રાણકપુરમાં પણ ગુજરાતના પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.

ઉદયપુરમાં 15 ઓગસ્ટ સુધી હોટલમાં બુકિંગ ફુલ થઈ ગયું છે. જો કે આપણે એક વાત એ ચોક્કસ યાદ રાખવી પડશે કે ફક્ત કોરોનાના કેસ ઓછા થયા છે. કોરોના સાવ ગયો નથી. એટલે લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે પણ જરૂરી છે.

ગુજરાતમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સ્ટેબલ થયા છે. રાજકોટ સહિત 3 શહેર અને અમદાવાદ સહિત 23 જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં 18 જૂનના રોજ કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 71 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.72 ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે.

અહીં ન નોંધાયો એક પણ કેસ

5 કોર્પોરેશન વિસ્તાર અને 10 જિલ્લામાં જ કોરોનાના નવા કેસ નોધાયા છે. વડોદરા શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેર અને તાપી જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત એક સપ્તાહથી 50થી ઓછા કેસ નોઁધાયા છે. અગાઉ રાજ્યમાં 2020ની 12 એપ્રિલે 48 કેસ નોંધાયા હતા.  અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, મહેસાણા, મહિસાગર, મોરબી, કચ્છ, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરતમાં એક પણ કેસ નોંધાયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget