અંબાજી GEB કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું, દિવસે વિજળી મળે તેવી ખેડૂતોની માંગ
અંબાજી GEB કચેરી ખાતે ખેડૂતોએ આવેદન પત્ર પાઠવ્યું છે. અંબાજી અને આજુ બાજુના ખેડૂતોને દિવસે વીજળી નહીં આપી રાત્રે વીજળી મળે છે જેને લઈને ખેડૂતો દ્વારા અંબાજી GEB કચેરી ખાતે આવેદન આપ્યું.
બનાસકાંઠા: અંબાજી GEB કચેરી ખાતે ખેડૂતોએ આવેદન પત્ર પાઠવ્યું છે. અંબાજી અને આજુ બાજુના ખેડૂતોને દિવસે વીજળી નહીં આપી રાત્રે વીજળી મળે છે જેને લઈને ખેડૂતો દ્વારા અંબાજી GEB કચેરી ખાતે આવેદન આપ્યું છે. અંબાજી અને આજુબાજુમા વસવાટ કરતા ખેડૂતો દ્વારા આજે અંબાજી જીઈબી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતો પોતાની માંગણીને લઇ આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્રિત થઈ અંબાજી જીઇબી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
હાલમાં શિયાળાની ઋતુમાં સરકાર દ્વારા દિવસે વીજળી ન આપી રાત્રે વીજળી મળી રહી છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે દિવસે વીજળી આપવામાં આવે. જેને લઈને આજે અંબાજી જીઇબી કચેરી ખાતે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શિયાળાના મોસમમાં કાતિલ ઠંડીના લીધે ખેડૂતો પોતાની વેદના જાહેર કરી કહી રહ્યા છે કે કાતિલ ઠંડીમાં અમે કેવી રીતે ખેતીના પાકને પાણી પહોંચાડીએ અને અંબાજી અને આજુબાજુ વિસ્તારમાં સેન્ચ્યુરી હોવાના લીધે અને પહાડી વિસ્તાર હોવાના લીધે જંગલી જાનવરોનો પણ ભય હોય છે ત્યારે રાત્રિ દરમિયાન વીજળી ન આપી દિવસે મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
આજે અંબાજી અને આજુબાજુ વિસ્તારમાં રહેતા ખેડૂતો અંબાજી ખાતે એકત્રિત થઈ સરકાર દ્વારા આપવામાં આવી રહેલી વીજળી રાત્રે આપી રહ્યા છે અને દિવસે વીજળી નો કાપ રહે છે. તેને લઈને આજે ખેડૂતો પોતાની માંગણીને લઈ અંબાજી જીઇબી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી પોતાનો વિરોધ દર્શાવતા સરકારને ખેડૂતોને ધ્યાને લઈ દિવસે મળે તેવી માંગ કરી હતી. આ સાથે સાથે જો દિવસે વીજળી આવવામાં નહીં આવે તો ખેડૂતો ભૂખ હડતાળ અને અંબાજી કચેરી આગળ આંદોલન કરવામાં ચીમકી પણ ઉચ્ચારી હતી.
Helmet: ગુજરાતમાં હેલ્મેટના કાયદાનું કડક પાલન ન થતાં હાઈકોર્ટ લાલઘૂમ, ભૂપેન્દ્ર પટેલ સરકારને કરી આ ટકોર
રાજ્યમાં હેલ્મેટના નિયમોનું પાલન નહીં થવાના મુદ્દે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે નોંધ્યું કે, દ્વિચક્રી વાહન ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત હોવાનો કાયદો તો છે પરંતુ રાજ્ય સરકાર ત્યાં યોગ્ય અમલવારી નથી કરાવી રહી. આ મુદ્દાનું હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લેવાની જરૂરિયાત લાગી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, આણંદ, બોટાદ જેવા શહેરોમાં લોકો બે રોકટોક હેલ્મેટ વગર ફરી રહ્યા હોવાનું ચીફ જસ્ટિસના ધ્યાને આવતા આ મુદ્દે કોર્ટ સ્વયં સંજ્ઞાન લઈ શકે છે એવી ચીફ જસ્ટિસે ટકોર પણ કરી,
કોર્ટના અવલોકનો બાદ abp asmita એ અમદાવાદમાં કરેલા રિયાલિટી ચેક માં હેલ્મેટ નહીં પહેરવા ના વિવિધ બહારના અને કારણો આપતા લોકો જોવા મળ્યા. ઘણા અમદાવાદીએ તો ત્યાં સુધી કહ્યું કે તેઓ વર્ષોથી ટુ વ્હીલર ચલાવે છે પણ હેલ્મેટ નો નિયમ છે તેની તેમને ખબર જ નથી!!! ટુ વ્હીલરનું લાયસન્સ લેતી વખતે લેવાતી પરીક્ષામાં હેલ્મેટ ફરજિયાત હોવાનું જણાવાય છે પરંતુ કાયદાનો ચડે ચોક ભંગ થતો હોવા છતાં સરકાર ઢીલાશ રાખતી હોવાની બાબત સામે આવી છે.