શોધખોળ કરો

Bageshwar Sarkar in Gujarat: મોરબીના કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને શું ફેંક્યો પડકાર ?

Dhirendra Shastri: રાજકોટ બાદ મોરબીમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકવામાં આવ્યો છે.

Morbi News:  બાબા બાગેશ્વરની ગુજરાત મુલાકાત પહેલા વિવાદો શરૂ થઈ ગયા છે. રાજકોટ બાદ મોરબીમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકવામાં આવ્યો છે. મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકતા કહ્યું, મોરબીમાં થયેલી નિખિલ હત્યા કેસના આરોપીને પકડી આપે તો દસ લાખ આપશે. આ ઉપરાંત 2015માં નિખિલ ધામેચા હત્યા કેસ થયો હતો, જેના આરોપી પકડાયા નથી તો તેની હત્યા શા માટે થઈ હતી તે પણ કારણ હજુ કારણ અકબંધ છે. આ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી આરોપી પકડી આપશે તો દસ આપવા રમેશ રબારીએ તૈયારી દર્શાવી છે.

રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને કોણે ફેંક્યો પડકાર ?

દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે.  બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા.  પોતાની પોસ્ટમાં પુરસોત્તમ પીપરીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.  જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.

સુરતમાં સી.આર.પાટીલ રહી શકે છે હાજર

સુરતમાં યોજાનારા બાગેશ્વર સરકારના લોક દરબારમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટા નેતાઓ લોક દરબારમાં હાજરી આપી શકે છે. સુરતના રોડ શો અને લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ગુજરાત આજુબાજુના રાજ્યોમાંથી પણ ભક્તો આવી શકે છે. ગુજરાતમાં બાગેશ્વર સરકાર ચર્ચાનો મુદ્દો બન્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget