શોધખોળ કરો

ભાજપમાં જઈને ઠાકોર નેતાઓ નહોર વગરના સિંહ થઈ ગયા: બળદેવજી ઠાકોરના ભાજપમાં ગયેલા નેતાઓ પર પ્રહાર

'ભાજપે ઠાકોર નેતાઓને નહોર વગરના સિંહ બનાવી વાળામાં પૂર્યા', પૂર્વ MLAના આકરા શબ્દો.

Baldevji Thakor BJP comment: પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના એક સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે નેતાઓ સમાજની વાતો કરતા હતા અને તેના માટે લડતા હતા, તેઓ ભાજપમાં જોડાયા બાદ હવે કોઈ સાંભળતું નથી.

સંમેલનમાં ઉપસ્થિત ઠાકોર સમાજના લોકોને સંબોધતા બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપમાં જોડાયા બાદ ઠાકોર નેતાઓને નહોર વગરના સિંહ જેવા બનાવી દેવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપે ઠાકોર સમાજના એવા નેતાઓને કે જેઓ સમાજ માટે લડતા હતા, તેમને નખ વગરના સિંહ બનાવીને વાળામાં પૂરવાનું કામ કર્યું છે.

બળદેવજી ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે જે નેતાઓ સમાજની વાતું કરવાવાળા હતા અને સમાજ માટે લડતા હતા, ભાજપમાં જોડાયા બાદ તેમનું પણ કંઈ સાંભળવામાં આવતું નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભાજપે અમારી સમાજના નેતાઓને નખ વગરના સિંહની જેમ બનાવીને તેમને એક ખૂણામાં ધકેલી દીધા છે.

પૂર્વ ધારાસભ્યના આ નિવેદનોથી પાટણના ઠાકોર સમાજમાં ભારે ચર્ચા જાગી છે. તેમણે ભાજપમાં જોડાયેલા ઠાકોર નેતાઓની વર્તમાન સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા અને સમાજ માટે અવાજ ઉઠાવનારા નેતાઓનું ભાજપમાં કોઈ મહત્વ ન હોવાનું જણાવ્યું હતું. તેમના આ પ્રહારો આગામી સમયમાં રાજકીય ગરમાવો લાવી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાત કોંગ્રેસમાં આવશે મોટો બદલાવ

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના આગામી મોડાસા પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારો લાવવાની તૈયારીમાં છે. તેઓ રાજ્યના 34 જિલ્લાઓ અને 8 મહાનગરોમાં રાષ્ટ્રીય અને ગુજરાતના નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપશે. આ અંગે ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મહત્વનું નિવેદન આપ્યું છે.

મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધી દરેક જિલ્લા અને શહેરમાં પાંચ જેટલા નેતાઓને કામની સોંપણી કરશે. આ ટીમમાં એક રાષ્ટ્રીય નિરીક્ષક અને ચાર ગુજરાતના નિરીક્ષકોનો સમાવેશ થશે. આ નિરીક્ષકોને માત્ર જિલ્લા અને શહેરના પ્રમુખોની પસંદગીની જવાબદારી જ નહીં સોંપવામાં આવશે, પરંતુ તેઓએ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સુધી તે જિલ્લા કે શહેરની સંગઠનાત્મક જવાબદારી નિભાવવાની રહેશે.

આ મહત્વપૂર્ણ કામગીરી માટે નિમાયેલા રાષ્ટ્રીય અને ગુજરાતના નિરીક્ષકોને તારીખ 15 અને 16 એપ્રિલે તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં તેઓને તેમની જવાબદારીઓ અને કામ કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget