Group Clash: ડીસામાં જૂથ અથડામણથી વાતાવરણ તંગ, બે ટોળાએ સામસામે કરી ધોકાવળી, પથ્થરો માર્યા ને પછી....
બનાસકાંઠામાથી વધુ એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે, અહીં બે જૂથો વચ્ચે જોરદાર અથડામણના વીડિયો સામે આવ્યા છે
![Group Clash: ડીસામાં જૂથ અથડામણથી વાતાવરણ તંગ, બે ટોળાએ સામસામે કરી ધોકાવળી, પથ્થરો માર્યા ને પછી.... Banaskantha Crime: a Group Clash incident in disha at last night, police not to register fir yet Group Clash: ડીસામાં જૂથ અથડામણથી વાતાવરણ તંગ, બે ટોળાએ સામસામે કરી ધોકાવળી, પથ્થરો માર્યા ને પછી....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/22/46e2db6938c9dc1b2ef57e26f8abf7ed168741667906377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Banaskantha Crime: બનાસકાંઠામાથી વધુ એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે, અહીં બે જૂથો વચ્ચે જોરદાર અથડામણના વીડિયો સામે આવ્યા છે. જિલ્લાના ડીસામાં એક જ સમાજના ટોળા સામસામે આવી જતા વાતાવરણ તંગ બની ગયુ હતુ. માહિતી પ્રમાણે, ડીસાના ઇન્દિરાનગર-ધોળીયાકોટ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે નજીવી બાબતે તકરાર થઇ હતી, ઘર્ષણ બાદ જૂથ અથડામણ થઇ હતી. આ ઘટનામાં લોકો પથ્થરો અને ધોકા વડે મારામારી કરવા લાગ્યા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં નાના બાળકોથી લઇને મોટા લોકો એકબીજાની સામસામે પથ્થરો મારી રહ્યાં છે. જૂથ અથડામણ બાદ શહેરમાં ભયનો માહોલ છવાઇ ગયો છે, આ મામલે હજુ સુધી કોઈજ પોલીસ ફરિયાદ નથી થઇ.
ઉમરેઠમાં જૂથ અથડામણ, એક જૂથ લાકડી-ડંડા લઇને બીજા પર તુટી પડ્યુ
આણંદ જિલ્લામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે, અહીં બે જૂથો વચ્ચે જબરદસ્ત બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો. જોકે, પોલીસ બાદમાં ટોળા વિરુદ્ધ કાર્યવાહી કરતાં ટોળાને વિખેરી નાંખ્યુ હતુ. માહિતી પ્રમાણે, આણંદ જિલ્લાના ઉમરેઠનાં ઓડ બજારમાં ગઇકાલે બે જૂથો વચ્ચે તંગદિલી જોવા મળી હતી. અહીં ઓડબજાર તકિયા વિસ્તારમાં બે જૂથો અચાનક કોઇ વાતને લઇને મારામારી પર ઉતરી આવ્યા હતા, પહેલા બન્ને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, બાદમાં એક કોમનું ટોળું હાથમાં લાકડીઓ અને ડંડાઓ લઇને બાઈક પર ઘસી આવ્યુ હતુ. બાદમાં બન્ને જૂથો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જોકે, બાદમાં પોલીસે એક્શન લેતા ટોળાને વિખેરી નાંખ્યુ હતુ. ઉમરેઠ પોલીસે આ મામલે અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
જૂથ અથડામણ, ભરૂચના ઝઘડિયા GIDCમાં ફાયરિંગ-
ભરૂચના ઝઘડિયામાં બે જૂથ વચ્ચે બબાલ થતા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂથ અથડામણમાં અનેક ફાયરિંગ બાદ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, છોટુ વસાવાના ભાણેજ રજની વસાવા અને જયમીન પટેલ ગ્રુપ વચ્ચે બબાલમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામા આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પૂર્વ ધારાસભ્ય છોટા વસાવાના ભાણેજ રજની વસાવા અને જયમીન પટેલના ગ્રુપની આ બબાલમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઉદ્યોગોના નિર્માણકાર્યના કોન્ટ્રાક્ટ મેળવવા અને કામ મેળવી કમાણી કરવા અહી ગેંગવોર ચાલી રહી હોવાની ચર્ચા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)