શોધખોળ કરો

Gandhinagar: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હોમગાર્ડ અને GRD જવાનના દૈનિક ભથ્થામાં કર્યો વધારો

સરકારે હોમગાર્ડ અને જીઆરડી  જવાનોના હિતમાં મોટો નિર્ણય લીધો હતો

ગાંધીનગરઃ રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણીની જાહેરાત થાય તે અગાઉ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો હતો.

સરકારે હોમગાર્ડ અને જીઆરડી  જવાનોના હિતમાં મોટો નિર્ણય લીધો હતો. સરકારે નિર્ણય લીધો છે કે હવે હોમગાર્ડના જવાનને પ્રતિદિન 300 રૂપિયાના બદલે 450 રૂપિયા મળશે. GRD જવાનને પ્રતિ દિન 200 રૂપિયાના બદલે 300 રૂપિયા મળશે. 1, નવેમ્બર 2022થી હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો પગાર વધારો લાગુ પડશે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના પગાર વધારાથી સરકારી તિજોરી પર 195 કરોડ રૂપિયાનો બોજો પડશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે

ગાંધીનગરઃ રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. બપોરે 12 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે.

રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. 22થી 24 નવેમ્બર વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન થઇ શકે છે. 4 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાઇ શકે છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ આચાર સંહિતા લાગુ થશે. કોઇ પણ સરકારના સરકારી જાહેરાતો થઇ શકશે નહીં. નેતાઓને મળતી સરકારી ગાડીઓ આજથી પરત ખેંચાઇ જશે. સરકારી જાહેરાતોના હોડિંગ પણ ઉતારી લેવામાં આવશે. સરકારી યોજના કે લોકાર્પણ કે ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે નહીં. ચૂંટણી પંચની મંજૂરી વગર કોઇ પણ બદલીઓ થઇ શકશે નહીં.

Gujarat Election 2022: ગુજરાતમાં ભાજપને હરાવવા AAP સાથે ગઠબંધન કરવા કૉંગ્રેસ તૈયાર, જાણો કૉંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન ?

ગાંધીનગરઃ આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આજે થઇ શકે છે. આ વર્ષની ચૂંટણીમાં ભાજપ અને કોગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન કરવા કૉંગ્રેસે AAPને આમંત્રણ આપ્યું હતું. ગુજરાત કોગ્રેસના દિગ્ગજ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપને હરાવવા તમામ પાર્ટીનો ટેકો લેવા કૉંગ્રેસ તૈયાર છે.

માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. આયોગના સૂત્રોના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ સાથે જ 8 ડિસેમ્બરે મત ગણતરી થઈ શકે છે. નોંધનીય છે કે  હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થવાનું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget