શોધખોળ કરો

ભરૂચઃ ઉત્કર્ષ સમારોહમાં બે દિકરીઓનું ડોક્ટર બનવાનું સપનું જાણીને ભાવુક થયા PM મોદી, જાણો પછી શું કહ્યું....

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભરુચના અંકલેશ્વરમાં યોજાઈ રહેલા 'ઉત્કર્ષ સમારોહ'માં વર્ચ્યુલી હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત પણ કરી હતી.

Utkarsh Samaroh: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભરુચના અંકલેશ્વરમાં યોજાઈ રહેલા 'ઉત્કર્ષ સમારોહ'માં વર્ચ્યુલી હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત પણ કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ હેઠળ રાજ્ય સરકારની 4 યોજનાઓનો લાભ 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને પીએમ મોદીએ આ લાભોનું વિતરણ કર્યું હતું.

કાર્યક્રમની શરુઆતમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આજનો કાર્યક્રમ આ વાતનું પ્રમાણ છે કે, અમારી સરકાર ઈમાનદાર અને એક સંકલ્પ લઈને લાભાર્થી સુધી પહોંચવાવાળી સરકાર છે. પીએમ મોદીએ કહ્યું કે, ભરુચ જિલ્લા વહિવટી તંત્રને અને ગુજરાત સરકારને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલી 4 યોજનાઓ 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે હું અભિનંદન આપું છું.

ભાવુક થઈ ગયા પ્રધાનમંત્રીઃ
આ કાર્યક્રમમાં પીએમ મોદીએ એક લાભાર્થી સાથે વાતચીત કરતાં ભાવુક થઈ ગયા હતા. અયૂબ પટેલ નામના લાભાર્થીએ પીએમ મોદી સાથે વાત કરતાં કહ્યું કે, તેઓ પોતાની બંને દિકરીઓને ડોક્ટર બનાવવા માંગે છે અને દિકરીઓને ડોક્ટર બનાવવું તેનું સપનું છે. અયૂબ પટેલની આ વાત સાંભળીને પીએમ મોદી ભાવુક થયા હતા. પીએમ મોદીએ આયૂબ પટેલને કહ્યું કે, પોતાની દિકરીઓના સપનાને પુરું કરવા માટે જો તમને કોઈ મદદની જરુર પડે તો મને જણાવજો. 

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ આજે સવારે 10.30 વાગ્યે  શરુ થયો હતો. આ કાર્યક્રમમાં 4 સરકારી યોજનાઓ ગંગા સ્વરૂપા બહેનોને નાણાકીય સહાય યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાનાને 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડીને ભરુચ જિલ્લા તંત્રએ મહત્વનું ઉદાહરણ પુરું પાડ્યું છે. આ 4 યોજનાઓ હેઠળ કુલ 13 હજાર લાભાર્થીઓને લાભ મળશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત

IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

Embed widget