રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સનો શેર ઐતિહાસિક ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે અને તે ભારતીય શેરબજારમાં પ્રથમ લિસ્ટેડ કંપની બની છે જેની માર્કેટ કેપ 21 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
Reliance Stock Price: રિલાયન્સ જિયો ઈન્ફોકોમ દ્વારા ગુરુવારે મોબાઈલ ટેરિફ વધારવાના નિર્ણયને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આજના સત્રમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. રિલાયન્સનો શેર ઐતિહાસિક ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે અને તે ભારતીય શેરબજારમાં પ્રથમ લિસ્ટેડ કંપની બની છે જેની માર્કેટ કેપ 21 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
મોબાઈલ ટેરિફ હાઈકના સમાચાર પછી 28 જૂન 2024ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો સ્ટોક 3060.95 રૂપિયા પર ખૂલ્યો હતો અને થોડી જ વારમાં શેર 3 ટકાથી વધુ વધીને 3161.45 રૂપિયા પર પહોંચી ગયો હતો, જે અત્યાર સુધીની સૌથી હાઇ સપાટી છે. શેરમાં આ ઉછાળા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડી વધીને 21.35 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે.
Reliance Jio Infocomm એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે અને તે હજુ સુધી સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ નથી. રિલાયન્સ જિયો દ્વારા ટેરિફ વધારવાના નિર્ણયની રિલાયન્સની બેલેન્સ શીટ પર શું અસર થશે તે ઓક્ટોબર મહિનામાં ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર થયા બાદ જાણી શકાશે. જો કે, ઘણા બજાર નિષ્ણાતો લાંબા સમયથી રિલાયન્સ જિયોના આઈપીઓના આગમનની આગાહી કરી રહ્યા છે જેથી વેલ્યુ અનલોકિંગ થઈ શકે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર માટે જૂન મહિનો સારો રહ્યો છે. આ મહિને શેરે 8.4 ટકા વળતર આપ્યું છે પરંતુ આ ઉછાળો મહિનાના છેલ્લા સપ્તાહમાં જ આવ્યો છે. રિલાયન્સ જિયોએ પ્રીપેડ અને પોસ્ટપેડ ટેરિફ 12.50 થી વધારીને 25 ટકા કર્યા છે. ઘણા બ્રોકરેજ હાઉસે ટેલિકોમ ટેરિફમાં વધારાને અપેક્ષા મુજબનું ગણાવ્યું છે. વૈશ્વિક બ્રોકરેજ હાઉસ જેફરીઝે રિલાયન્સના શેરની ટાર્ગેટ પ્રાઇઝ વધારીને 3580 રૂપિયા કરી છે. UBSએ 3420 રૂપિયા અને નુવામાએ 3500 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
Disclaimer: (અહીં આપેલી માહિતી ફક્ત માહિતી માટે જ આપવામાં આવી રહી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રૂપિયાનું રોકાણ કરતા અગાઉ હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABP Asmita તરફથી કોઇને પૈસાનું રોકાણ કરવાની અહી ક્યારેય પણ સલાહ આપવામાં આવતી નથી.