શોધખોળ કરો
આજે રાજ્યના છ જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Gujarat Rain Forecast: રાજ્યભરમાં ચોમાસનો જામ્યો માહોલ છે ત્યારે આજે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
1/5

રાજકોટમાં આજે વહેલી સવારે થોડો જ વરસાદ પડ્યો હતો, પરંતુ તેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ગોંડલ રોડ ખાસ કરીને ખરાબ રીતે પ્રભાવિત થયો છે, જ્યાં પાણીનું સ્તર એકથી દોઢ ફુટ સુધી પહોંચી ગયું છે.
2/5

રાજકોટમાં મવડી વિસ્તારમાં એક સ્કૂલ બસ ખાડામાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ મદદ કરીને બસને ખાડામાંથી બહાર કાઢી હતી. ગઈકાલે પણ વરસાદના કારણે ઘણા રસ્તાઓ ખરાબ થઈ ગયા હતા અને વાહનો ફસાયા હતા.
3/5

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ બીજા દિવસે પણ મેઘરાજાનું આગમન થયું. સતત વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે.
4/5

ઉપલેટાના મોટી પાનેલી, કાથરોટા, સમઢીયાળા, કોલકી, ડુમિયાણી, નિલાખા, વરજાંગ જાળીયા, મજેઠી, તલંગણા, લાઠ, ભિમોરા, કુંઢેચ, વાડલા, ખાખી જાળીયા, મોજીરા, સેવંત્રા સહિતના ગ્રામ્ય પંથકમાં ઓછા વધુ પ્રમાણમાં વરસાદ થયો.
5/5

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આજે મેઘરાજા ખુશ મિજાજમાં છે. વહેલી સવારથી જ બંને જિલ્લામાં ધમાકેદાર વરસાદ શરૂ થયો છે. લાલપુર અને ભાણવડ તાલુકામાં તો ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.
Published at : 24 Jun 2024 09:35 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
