Banaskantha: અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ લાંબી બીમારી બાદ દેવલોક પામતા ભક્તોમાં શોકની લાગણી છવાઈ
બનાસકાંઠા: અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ લાંબી બીમારી બાદ દેવલોક પામ્યા છે. અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજનું નિધન થતા ભક્તોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ગાદી સંભાળતા મહેન્દ્ર ભાઈ કાંતિલાલ ઠાકર દેવલોક પામ્યા છે.
બનાસકાંઠા: અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ લાંબી બીમારી બાદ દેવલોક પામ્યા છે. અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજનું નિધન થતા ભક્તોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ગાદી સંભાળતા મહેન્દ્ર ભાઈ કાંતિલાલ ઠાકર દેવલોક પામ્યા છે. તમને જણાવી દઈએ કે, અંબાજી મંદિરમાં સિધ્ધપુરના ઠાકર પરિવારનો ગાદી પર પૂજા કરવાનો છે ધારો છે.
ભાલ પંથક પ્રશાસનના પાપે સંપર્ક વિહોણું
ભાવનગરઃ ભાલ પંથકમાં કાળુભાર અને રંધોળી નદીના પાણી ઘૂસી જતા દેવળીયા અને પાળીયાદ ગામ સંપર્ક વિહોણું થયું હતું જોકે સરકાર દ્વારા મનફાવે તે રીતે મીઠા ઉદ્યોગ માટે ભાલ પંથકમાં જમીન ફાળવી દેતા આસપાસના ગામોની હાલત ૧૦ વર્ષથી ખરાબ બની છે હાલ મહા મહેનતે વાવેલો ખેડૂતનો પાક પણ વરસાદના પાણીમાં ગરકાવ થયો છે ભાવનગરની નબળી નેતાગીરીના કારણે આજ સ્થિતિ રહી તો વરસાદના પાણી ભાલ પંથકમાં વિનાશ વેરશે તે નક્કી છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા ભાલના ગામડાઓને દર વર્ષે વરસાદના પાણીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે મીઠાના અગરના પાળાને કારણે નદીના પાણી દેવળિયા, પાળીયાદ સહિતના ગામ ફરતે ફેલાઈ જાય છે. આજે વહેલી સવારથી જ નદીઓના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા હતા. જેના કારણે ગામ તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થયો હતો. સાથે જ ઇમરજન્સીની સેવા પણ ગામોમાં ખોરવાઈ છે. મીઠાના પાળા નાબૂદ કરવા ગ્રામજનો દ્વારા અનેક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ આજ દિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. જોકે ઉપરવાસમાંથી આવી રહેલ પાણીનો પ્રવાહ ક્યારે ધીમો પડશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ હાલ ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
જોકે, ભાલ પંથકમાં વરસાદમાં સિઝન ખૂબ ઓછો નોંધાતો હોય છે, પરંતુ ઉપરવાસ વરસાદના કારણે નદીઓના પાણી ભાલ પંથકમાંથી કેનાલ મારફત દરિયામાં વહેતા હોય છે. પરંતુ મીઠાના અગરો ફાળવી દેતા મોટા પાળાના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી જેના કારણે પાણીના વહેણ પણ ફરી ગયા છે અને ગામમાં જે કોઝવે બનાવ્યો છે તે અત્યંત નીચો હોવાના કારણે વારંવાર પાણીમાં ગરકાવ થઈ જાય છે જેથી લોકોની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થાય છે. લોકો પોતાના જીવના જોખમે શહેર તરફ આવી રહ્યા છે. જોકે બંને ગામો દેવળીયા અને પાળીયાદની વસ્તી 5000થી પણ વધુ છે. પ્રશાસનને જાણે ગ્રામ્ય વિસ્તારોમાં કાંઈ રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે. થઈ રહ્યું છે ઉપરવાસ પર સાધના કારણે ગ્રામજનોના ખેતરો ધોવાઈ ગયા. ઘેલો નદી અને રંધોળી નદીના પાણી ભાલમાં ઘૂસી ગયા. છ કલાક બાદ પણ સ્થાનિક પ્રશાસન મદદે પહોંચી શક્યું નથી. નદીઓના પાણી પુરની માફક વહેતા લોકો જીવના જોખમે અવર-જવર કરી રહ્યા છે.