Bhavnagar : નેસડા ગામે દંપતીએ કરી લીધું અગ્નિસ્નાન, કારણ અકબંધ
સિહોરનાં નેસડા ગામનાં દંપતીએ અગ્નિસ્નાન કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. દંપતીને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. હાલ બંને સારવાર હેઠળ હોય જે બનાવ અંગેનું કારણ જાણવા મળેલ નથી.
ભાવનગર: સિહોરનાં નેસડા ગામનાં દંપતીએ અગ્નિસ્નાન કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. દંપતીને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ બંને સારવાર હેઠળ હોય જે બનાવ અંગેનું કારણ જાણવા મળેલ નથી. સમગ્ર બનાવને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રૂપાલનાં ઢબુડી મા ફરી વિવાદમાં, જાણો આ વખતે શું કર્યો કાંડ કે પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ?
ગાંધીનગરઃ ગાંધીનગરના રૂપાલ ગામનાં વિવાદાસ્પદ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરી વિવાદમાં ફસાયાં છે. ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે.
ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે કે, ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકોએ જમીન પચાવીને પતરાની ઓરડી અને માતાજીનું મંદિર બનાવી દીધું છે. જેની જમીનમાં પતરાની ઓરડી અને મંદિર બનાવાયું છે એ ખેડૂતે ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મિલનકુમાર વિષ્ણુભાઇ પટેલ (રહે, સરગાસણ) સેક્ટર 28 જીઆઇડીસીમા કાર રીપેરીંગનુ ગેરેજ ચલાવે છે. તેમની રાંધેજા ગામની સીમમાં સર્વે નંબર 1934, 1935 અને 1936થી જમીન આવેલી છે. આ પૈકી 1935 નંબરના સર્વે નંબરની જમીન ધનજી નારણ ઓડ ઉર્ફે ઢબુડી મા (રહે, દિવ્ય પુંજ બંગલો, ચાંદખેડા) દ્વારા ખરીદાઈ છે. તેની સાથે અન્ય બે સર્વે નંબર 1934 અને 1936 સર્વે નંબર તેની બાજુમા જ આવેલા છે. બંને સર્વે નંબરવાળી જમીનને ખેડૂત દ્વારા 28.85 લાખ અને 13 લાખમાં ખરીદાઈ હતી. બંને જમીનમા વરંડો કરાયો છે. તેમ છતા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી મા, તેની પત્નિ પવનબેન ધનજી ઓડ, પુત્ર વિપુલ ધનજી ઓડ અને સુરેશ રતિલાલ પટેલ (રહે, ચાણસ્મા, ગુરૂકુલ સોસાયટી શાંતિનગર) દ્વારા જમીનમા ગેરકાયદે એક ઓરડી અને એક માતાજીનુ મંદિર બનાવી દેવામાં આવ્યુ છે.
આ ઉપરાંત બંને સર્વે નંબરમાં સાદા કાગળ પર બાના ચિઠ્ઠી રજૂ કરીને કેસને વિવાદાસ્પદ અને તકરારી બનાવી દેવામા આવ્યો છે. તેના કારણે ખેડૂત દ્વારા ચારેય આરોપીઓ સામે પેથાપુર પોલીસ મથકમા લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે. આ બનાવ અંગે જાણ થતા જિલ્લામાં ફરી એકવાર ‘ઢબુડી મા’ના મામલે ચકચાર જાગી છે.
આ પહેલાં આશરે 3 વર્ષ પહેલાં ઢબુઢી મા ઉર્ફે ધનજી ઓડ વિવાદમાં આવ્યા હતા. અંધશ્રધ્ધા ફેલાવવા બદલ તેમની સામે લોકોમાં આક્રોશ ફાટ્યો હતો અને ફરિયાદ પણ થઈ હતી. રૂપાલ ગામની ઢબુડી માના દર્શન કરવા દુર દુરથી લોક આવતા હતા. દર રવિવારે ઢબુડી મા વિવિધ સ્થળે પોતાની બેઠકો કરતાં હતાં.