Gujarat : ભાજપના કયા મહિલા નેતાના ભાઈએ કરી લીધો આપઘાત? જાણો શું છે કારણ?
ભાવનગર મનપાનાં મેયર કીર્તિબેન દાણીધારીયાના ભાઈએ આત્મહત્યા કરી છે. મેયરના ભાઈ ધીરેનભાઈ દેસાણીએ બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.
Gujarat : ભાવનગર મનપાનાં મેયર કીર્તિબેન દાણીધારીયાના ભાઈએ આત્મહત્યા કરી છે. મેયરના ભાઈ ધીરેનભાઈ દેસાણીએ બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. છેલ્લા ઘણા લાંબા સમયથી બીમાર હતા. હાલ મૃતદેહને પી.એમ અર્થે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
Surat : રસ્તમાં અજાણ્યા લોકોને લિફ્ટ આપતાં પહેલા વાંચી લો આ સમાચાર, વાંચીને પગ નીચેથી સરકી જશે જમીન
સુરતઃ સુરતના યુવકને અજાણ્યા લોકોને લિફ્ટ આપવી ભારે પડી ગઈ છે. તમે પણ જો અજાણ્યા લોકોને લિફ્ટ આપતાં હોય તો આ તમારા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. જો તમે પણ અજાણ્યા લોકોને લિફ્ટ આપતાં હોય તો એકવાર આ સમાચાર જરૂરથી વાંચી લેજે. વાત એવી છે કે, થોડા દિવસ પહેલા સુરતનો યુવક અડાજણ વિસ્તારમાંથી કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે આરોપીએ હોસ્પિટલનું કામ હોવાથી લિફ્ટ આપવા વિનંતી કરી હતી.
હોસ્પિટલનું કામ હોવાનું કહેતા યુવકે તેમને લિફ્ટ આપી હતી. કારમાં લિફ્ટ આપતાં જ આરોપીએ પોત પ્રકાશ્યું હતું અને યુવકને ચપ્પુ બતાવી કાર ચાલકને અડાજણ મધુવન સર્કલ પાસે અજાણ્યા ફ્લેટ પર લઈ ગયો હતો. જ્યાં બે યુવતીઓ અને બે પુરુષ જે આમના સાગરીતો હતા, તે પહેલાથી જ હાજર હતા. જેમાંથી એક પોલીસની ઓળખ આપી હતી.
આ પછી તેણે યુવકને ચપ્પુ બતાવીને બંને યુવતીઓ વચ્ચે ઊભા રહી જવાનું કહ્યું હતું. બંને વચ્ચે યુવક ઉભો રહેતા તેમની કેટલીક તસવીરો લઈ લીધી હતી અને ફોટા વાયરલ કરી દેવાની ધમકા આપી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેમજ ન માને તો પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી હતી. આમ, બદનામીના ડરે યુવકે પાંચ લાખ રૂપિયાનો બંદોબસ્ત કર્યો હતો અને આરોપીઓને આપ્યા હતા.
આ પૈસા મળતાં આરોપીએએ તેને જવા દીધો હતો. આરોપીઓની ચુંગાલમાંથી છૂટેલા યુવકે ફરિયાદ કરતાં DCB દ્વારા હનિટ્રેપ ગેંગ ને ઝડપી પાડી છે. એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડ્યા છે. DCB પોલીસે ગેંગને ઝડપી પાડી અનેક ગુના ના ભેદ ઉકેલાય તેવી શકયતા છે.
Kheda : ડાકોર ઉમરેઠ રોડ ઉપર સ્કૂલવાનને અકસ્માત નડતા 4 વિદ્યાર્થી ઘાયલ
ખેડાઃ ડાકોર ઉમરેઠ રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી. ઉમરેઠની હાઇસ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓની ગાડીને સ્કૂલેથી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. સ્કુલ વેન ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ જતા વાહનમાં ઘુસી સ્કૂલ વેન હતી. સ્કૂલવેનમાં 15 જેટલા બાળકો સવાર હતા.
વેનમાં 15 બાળકો પૈકી ચારને ઇજાઓ તથા ડાકોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. વેન ચાલકને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. સદનસીબે કોઈ જાનહાની ના થતા વાલીઓમાં હાશકારો થયો હતો.