શોધખોળ કરો
Advertisement
અબડાસાના મોથાળા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક સવારનું મોત, કાર ચાલક ફરાર
અકસ્માત બાદ કાર ચાલક કાર છોડી ફરાર થઈ ગયો હતો. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અબડાસાઃ રાજ્યમાં લોકડાઉન ખુલ્યા બાદ ફરી એક વખત અકસ્માતની ઘટનો વધી રહી છે. આવી જ વધુ એક ઘટના કચ્છના અબડાસામાં બની છે. અબડાસાના મોથાળા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલક આધેડનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક કાર છોડી ફરાર થઈ ગયો હતો. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સરકારે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 39 હજાર 72 લોકોએ વાહન અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. વર્ષ 2015માં કુલ 8 હજાર 38 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે કે વર્ષ 2019માં આ આંક ઘટીને 7 હજાર 409 થયો છે.
વર્ષ 2016માં કુલ 8 હજાર 11 લોકોના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા હતા. વર્ષ 2017માં 7 હજાર 574 લોકો મોતને ભેટ્યા હતા. વર્ષ 2018માં 8 હજાર 40 લોકોએ તેમનો જીવ ગુમાવ્યો હતો.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion