Biparjoy cyclone: પોરબંદરના દરિયાકાંઠે 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, તાઉતે બાદ પહેલીવાર વોક-વેમાં પાણી ઘુસ્યા
Biparjoy cyclone: બિપરજોય વાવાજોડાની અસર ગુજરાતના દરિયા કિનારે વર્તાવા લાગી છે. પોરબંદર વોક-વેમાં પાણી ઘૂસી ગયા છે. ચમને જણાવી દઈએ કે, તાઉતે વાવાઝોડા બાદ પ્રથમ વખત આવું જોવા મળ્યું છે.
Biparjoy cyclone: બિપરજોય વાવાજોડાની અસર ગુજરાતના દરિયા કિનારે વર્તાવા લાગી છે. પોરબંદર વોક-વેમાં પાણી ઘૂસી ગયા છે. ચમને જણાવી દઈએ કે, તાઉતે વાવાઝોડા બાદ પ્રથમ વખત આવું જોવા મળ્યું છે. બિપરજોય વાવાઝોડાની આજે સૌથી વધુ અસર જોવા મળી રહી છે. પોરબંદરના દરિયા કિનારા પર 25થી 30 ફૂટ ઊંચા મોજા જોવા મળ્યા છે. પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે પોરબંદરની વહીવટીતંત્ર પણ એલર્ટ થયું છે. દરિયાકાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
બીપોરજોય નામનું વાવાઝોડું ધીમે- ધીમે આગળ વધી રહ્યું છે. તેમ પોરબંદરના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.સાવચેતીના ભાગ રૂપે દરિયાકાંઠા ગામડાને સાવચેત કરાયા છે તો નિચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. ટુકડા ગોસા ગામે સાયકોલોન સેન્ટરમાં અસરગ્રસ્ત લોકોને રહેવા,જમવા સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગ્રામજનોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓનો પૂરતો જથ્થો રાખવા માટે અપીલ કરાઈ છે.
નોંધનીય છે કે, બિપોરજોય વાવાઝોડું 15 જૂનના રોજ ગુજરાતને ટકરાવવાની શક્યતા છે. 15 તારીખે સવારે 11 થી બપોરના 3 સુધી ચકરાવાની સંભાવના છે. બિપોરજોય વાવાઝોડાએ અનેકવાર દિશા બદલી છે. સૌરાષ્ટ્ર,કચ્છ અને પશ્ચિમ ગુજરાતના દરિયા કાંઠે અસર જોવા મળશે. રાજકોટ, ભાવનગર,જામનગર,દ્વારકા,પોરબંદર,કંડલાને અસર થવાની શક્યતા છે.
Biparjoy intensified into an ESCS at 0530IST today, about 480 km SSW of Porbandar, 530 km SSW of Dwarka & 610 km SSW of Naliya. To cross Saurashtra & Kutch and adj. Pakistan coasts bw Mandvi, Gujarat and Karachi, Pakistan around noon of 15th June as VSCS: IMD pic.twitter.com/ucJjayNsiZ
— ANI (@ANI) June 11, 2023
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાવાઝોડું ગુજરાતમાં ટકરાશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે શું કહ્યું
ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું (VSCS) #Biparjoy અક્ષાંશ 17.4N અને રેખાંશ 67.3E ની નજીક, મુંબઈથી લગભગ 600 કિમી WSW, પોરબંદરથી 500 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 830 કિમી દક્ષિણે કેન્દ્રમાં છે. તે 15 જૂને બપોરે પાકિસ્તાનની આસપાસ અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે.