ભાજપનાં શ્રધ્ધા રાજપૂતે AAPના ક્યા ટોચના નેતાઓ સામે મહિલા કાર્યકરોની શારીરિક છેડતીની નોંધાવી ફરિયાદ ?
આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી સહિતના નેતાઓએ સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાંથી 500થી વધુ કાર્યકરોને કમલમ ખાતે બોલાવ્યા હતા.
અમદાવાદઃ ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ભાજપની મહિલા કાર્યકરો સાથે શારિરીક છેડતી કરીને માર માર્યાની તેમજ રાયોટીંગ કર્યાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ ખાતે નોંધવામાં આવી છે.
ભાજપના મહિલા મોર્ચાના ઉપપ્રમુખ ડૉ. શ્રધ્ધા રાજપૂત દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી સહિતના નેતાઓએ સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાંથી 500થી વધુ કાર્યકરોને કમલમ ખાતે બોલાવ્યા હતા.
આ કાર્યકરોએ કમલમનો મુખ્ય દરવાજો તોડીને ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. આ પૈકી કેટલાંક કાર્યકરોના હાથમાં લાકડી, પાઇપ સહિતના હથિયારો હતા અને તેમણે મહિલા કાર્યકરોને માર મારીને છેડતી પણ કરી હતી. બાદમાં પોલીસનો કાફલો આવી જતાં તમામને બળપૂર્વક બહાર કાઢીને સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી.
શ્રધ્ધા રાજપુતે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આશરે 500 લોકોના ટોળાની સાથે હસમુખ પટેલ, નિખિલ સવાની, ગોપાલ ઇટાડીયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, શિવ કુમાર સામે નામ જોગ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, આણ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપની મહિલા કાર્યકરોને શારીરિક અડપલાં કરી માર માર્યો હતો અને બેનર નો હથિયાર તરીકે ઉપયોગ કરાયો હતો. આ ઉપરાંત અભદ્ર ભાષા બોલી પોલીસની ગાડીનો કાચ તોડયો હતો.
ગાંધીનગર જિલ્લાના એસપી મયુર ચાવડા પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કમલમ ખાતે જે બનાવ બન્યો છે તેમાં આમ આદમી પાર્ટીના ઘણા લોકો ને ડિટેન કર્યા છે અને 500 લોકોના ટોળા સામે FRI નોંધાઈ છે. આ તમામ સામે રાયોટિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો........
ગુજરાતની સ્કૂલોમાં કોરોનાએ મચાવ્યો કહેરઃ હવે સુરતની સ્કૂલમાં 3 વિદ્યાર્થી આવ્યા સંક્રમિત