શોધખોળ કરો

Botad: બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પહેલા BJPને લાગ્યો મોટો ઝટકો, જાણો વધુ વિગતો 

બોટાદ માર્કેટ યાર્ડની ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.  આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે યાર્ડના પૂર્વ ચેરમેન જોરૂભાઈ ધાંધલે રાજીનામું આપી દીધું છે.

બોટાદ : બોટાદ માર્કેટ યાર્ડની ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.  આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે યાર્ડના પૂર્વ ચેરમેન જોરૂભાઈ ધાંધલે રાજીનામું આપી દીધું છે. ભાજપે મેન્ડેટ ન આપતા નારાજગી છે. મેન્ડેટ ન મળવાનો અણસાર આવી જતાં જોરૂભાઈએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં જોરૂભાઈએ તો જાહેરાત કરી કે, તેઓ પોતાની પેનલ બનાવી યાર્ડની ચૂંટણી લડશે. જેના કારણે ભાજપને નુકસાન થશે. જોરુભાઈ ધાંધલ બાદ તેમના સમર્થનના પણ રાજીનામાં પડ્યા છે.

Botad: બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પહેલા BJPને લાગ્યો મોટો ઝટકો, જાણો વધુ વિગતો 

જિલ્લા ભાજપમાં  5 આગેવાનોએ રાજીનામાં આપ્યા છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલા 5 આગેવાનોના રાજીનામાંને લઈ રાજકારણ ગરમાયું છે.  રાજીનામું આપનાર તમામ ભાજપના આગેવાનો ભાજપની પેનલ સામે આવતીકાલે ફોર્મ ભરી યાર્ડની ચૂંટણી લડશે. બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી 10 જુલાઈએ યોજાશે.

બોટાદ જિલ્લા સહકારી કન્વીનર જોરુભાઈ ધાંધલ બાદ તેમના સમર્થનમાં  અન્ય રાજીનામાં પડ્યા છે.  જિલ્લા ભાજપમાં ફરી 5 આગેવાનોએ રાજીનામાં આપ્યા છે.  માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલા 5 આગેવાનોના રાજીનામાંને લઈ રાજકારણ ગરમાયું છે. 

જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ સામે નારાજગી  વ્યક્ત કરી છે.  મયુર પટેલ પોતાની મનમાની કરી ઉમેદવાર પસંદગી કરતા હોય જેને લઈ નારાજગી હોવાનું સામે  આવ્યું છે.  રાજીનામુ આપનાર તમામ ભાજપના આગેવાનો ભાજપની પેનલ સામે આવતીકાલે ફોર્મ ભરી યાર્ડની ચૂંટણી લડશે.  બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીને લઈ 10 જુલાઈના રોજ મતદાન યોજાશે. 

ઉમરગામમાં મેઘરાજાની તોફાની બેટીંગ

વલસાડ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.  સતત ત્રીજા દિવસે પણ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાતા  જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની શરુઆત થઈ ગઈ છે. ચોમાસાના આરંભમાં જ વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘરાજાએ ધડબડાટી  બોલાવી 6 કલાકમાં જ સાડા 5 ઇંચ થી વધારે વરસાદ ખાબકતા  અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. 

ઉમરગામથી જ  મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ઉમરગામના નિચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓને પાણી પાણી કરી દીધા હતા. આ સાથે જ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસતો હતો. જો કે ગઈ મોડી રાતથી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાનો આરંભ થયો હોય તેવો માહોલ સર્જાયો હતો. પ્રથમ જ વરસાદમાં નીચાણવાળા  અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. સ્થાનિક વહીવટી તંત્રની પ્રીમોનશુન કામગીરીની પોલ ખુલ્લી હતી. વલસાડના વાપીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. 

જિલ્લામાં  સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયા હતો. ઉમરગામમાં આઠ કલાકમાં જ છ ઇંચથી વધારે વરસાદ વરસતા ઉમરગામના  સ્ટેશન રોડ અને ગાંધીવાડી સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. આથી પ્રથમ જ વરસાદમાં જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget