શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ભાજપે સેન્સ લેવાની પક્રિયા કરી શરૂ, દાવેદારી માટે નક્કી કરાયા માપદંડ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ચૂંટણીલક્ષી કામગીરી શરૂ થઇ ગઇ છે.સૌરાષ્ટ્રના 3 મહાનગરોમાં આજથી 2 દિવસ માટે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:21 ફેબ્રુઆરીએ ગુજરાત ની 6 મહાનગર પાલિકાઓનું મતદાન થશે અને 23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. તો પાલિકા-તાલુકા અને જિલ્લા પંચાયતોનું મતદાન 28 ફેબ્રુઆરીએ થશે અને બીજી માર્ચે પરિણામ જાહેર થશે. આજથી ભાજપના નિરીક્ષકોએ સેન્સ લેવાનું શરૂ કર્યું છે. જામનગર અને ભાવનગરમાં સેન્સ પ્રક્રિયા બાદ રાજકોટમા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. હાલ સૌરાષ્ટ્રની ત્રણેય મહાનગરપાલિકા પર ભાજપનો કબજો છે . રાજકોટ મહાપાલિકામાં 18 વોર્ડ અને 72 બેઠક છે તો જામનગર મહાનગર પાલિકામાં 16 વોર્ડ અને 64 બેઠક છે. ભાવનગર મહાનગરપાલિકા 13 વોર્ડ 52 બેઠક માટે ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે અમદાવાદ મનપાની ચૂંટણી માટે પણ સેન્સ લેવાઈ રહી છે. જેમાં ઉમેદવારો માટે ભાજપે નિયમો બનાવ્યા છે. જે મુજબ સ્થાનિક અને જૂના કાર્યકરોને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉપરાંત રામમંદિર નિર્માણ નિધિમાં કરેલા સહયોગની વિગતો પણ દાવેદારોએ આપવાની રહેશે. તેમજ ટિકિટ લેવા ઇચ્છતા કાર્યકરોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી કેટલા લોકોને લાભ અપાવ્યો તેની પણ વિગતો આપવાની રહેશે.
વધુ વાંચો





















