Lok Sabha Election 2024:ભાજપની બીજી યાદી થશે જાહેર, 11માંથી પૈકી મોટાભાગની બેઠકો પર નવા ચહેરા, જુઓ સંભવિત યાદી
ગુજરાતની બાકી 11 બેઠકોના ઉમેદવારો જાહેર થશે. 11 પૈકી મોટાભાગની બેઠકો પર નવા ચહેરાને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનિય છે કે, 11 પૈકી ચાર બેઠકો પર ભાજપ મહિલા ઉમેદવારને મેદાને ઉતારશે
Lok Sabha Election 2024:લોકસભાની ચૂંટણીને લઇને આજે રાત સુધીમાં ભાજપ ઉમેદવારની બીજી યાદી જાહેર કરી શકે છે. ભાજપ પહેલી યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારની યાદી જાહેર કરી ચૂકી છે. હવે બાકી રહેલી 11 બેઠક પર કેટલાક નવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાય તેવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે. ગુજરાત લોકસભાની સીટ માટે ભાજપ બીજી યાદીમાં ગુજરાતની બેઠક માટેના સંભવિત 11 નામોની યાદી પર નજર કરીએ
ગુજરાતની બાકી 11 બેઠકોના ઉમેદવારો જાહેર થશે. 11 પૈકી મોટાભાગની બેઠકો પર નવા ચહેરાને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનિય છે કે, 11 પૈકી ચાર બેઠકો પર ભાજપ મહિલાઓને ટિકિટ આપી શકે છે. ભાજપની આ બેઠકો પર નવા નામ પર પસંદગીની મહોર લાગશે.
આ બેઠક પર નવા ચહેરાની પ્રબળ શક્યતા
મહેસાણામાં શારદાબેનના સ્થાને નવા ઉમેદવાર પર પસંદગની મોહર લાગી શકે છે. તેવી જ રીતે સાબરકાંઠામાં દીપસિંહના સ્થાને નવો ચહેરો જોવા મળી શકે છે. વલસાડથી કે.સી પટેલના સ્થાને નવો ચહેરાને તક મળી શકે છે.ભાવનગર બેઠક પર નીમુબેન બાંભણિયાનું નામ ચર્ચામાં છે. સાબરકાંઠામાં કૌશલ્યા કુંવરબાને ટિકિટ મળી શકે છે. મહેસાણાથી રજનીભાઈ પટેલને ટિકિટ મળી શકે છે. સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરાના સ્થાને અને સુરતથી મુકેશ દલાલ ઉમેદવાર બની શકે છે.
ભાજપની સંભવિત યાદી
મહેસાણામાં શારદાબેનના સ્થાને નવા ઉમેદવાર નક્કી
સાબરકાંઠામાં દીપસિંહના સ્થાને નવો ચહેરો નક્કી
વલસાડથી કે.સી પટેલના સ્થાને નવો ચહેરાને તક
ભાવનગર બેઠક પર નીમુબેન બાંભણિયાનું નામ ચર્ચા
સાબરકાંઠામાં કૌશલ્યા કુંવરબાને મળી શકે ટિકિટ
મહેસાણાથી રજનીભાઈ પટેલને મળી શકે ટિકિટ
સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરાના સ્થાને નવો ચહેરો
સુરતથી મુકેશ દલાલ બની શકે ઉમેદવાર
લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કૉંગ્રેસે ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
લોકસભા ચૂંટણી 2024ને લઈ કૉંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસની આ યાદીમાં ગુજરાતમાંથી 7 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. વલસાડ બેઠક પરથી અનંત પટેલને ટિકિટ મળી છે. બારડોલી બેઠક પરથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ મળી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તા અને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ભરત મકવાણાને ટિકિટ મળી છે. પોરબંદર બેઠક પરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતમાં કૉંગ્રેસે 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી
- બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર
- અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા
- અમદાવાદ પૂર્વ રોહન ગુપ્તા
- બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી
- વલસાડથી અનંત પટેલ
- પોરબંદરથી લલિત વસોયા
- કચ્છથી-નિતેષ લાલણ