Gujarat Assembly Election Result: આ જિલ્લાની તમામ બેઠકો પર પહેલીવાર બીજેપીનો વિજય
Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે જાહેર થયેલા પરિણામોમાં સરહદી કચ્છ જિલ્લામાં એક સાથે તમામ છ સીટ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે.
Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે જાહેર થયેલા પરિણામોમાં સરહદી કચ્છ જિલ્લામાં એક સાથે તમામ છ સીટ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. આ ઐતિહાસિક જીત સાથે જ કચ્છમાં વિકાસ અને મોદી ફેકટર સૌથી વધુ ચાલ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે
ગુજરાતમાં 1995 થી ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમ વખત વિધાનસભાની છ એ છ બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. કચ્છ જિલ્લાના વિકાસનો મુદ્દો ઉપરાંત અંજારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા બાદ જ ચૂંટણીનો સમગ્ર માહોલ બદલાઈ ગયો હોય તેમ કચ્છની તમામે તમામ છ બેઠકો પર ભગવો લહેરાયો છે.
ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates
આજે ગુરુવારે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 8:00 વાગે શિયાળાની મોસમમાં મત ગણતરી શરૂ થતા જ શરૂઆતના ત્રણ કલાક સુધી કચ્છની છ બેઠકોમાંથી અબડાસા અને રાપરના પરિણામો જુદા જોયા હતા અને ચાર બેઠક ઉપર ભાજપની જીત નિશ્ચિત થઈ ચૂકી હતી. જોકે જેમ જેમ એક પછી એક ઈવીએમ ખૂલતા ગયા તેમ તેમ પરિણામો સ્પષ્ટ થતા ગયા. કચ્છના સોળ લાખથી વધુ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંગી લીટ સાથે વિધાનસભાના દ્વારા પહોંચાડ્યા છે.
કચ્છમાં પહેલીવાર ૬ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે કચ્છ ભાજપમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લામાં અબડાસાથી ચાલુ થયેલ બેઠક છેક રાપર ઉપર પૂરી થઈ છે. કચ્છ માટે રાપર હમેશા કોંગ્રેસનો ગઢ રહ્યું છે ત્યાં પણ ભાજપે ભગવો લહેરાયો છે ત્યારે હવે કચ્છની ૬-૬ બેઠક ઉપર ભાજપનો દબદબો રહી ગયો છે. ચૂંટાયેલ તમામ ઉમેદવારોએ જીત્યા બાદ જણાવ્યું કે કચ્છમાં જે જે વિકાસના કામો બાકી રહી ગયા છે તે બધા કામો પૂર્ણ કરીશું અને લોકોએ અને જનતાએ જે ભરોસો મૂકીને જીતાડવ્યો છે એટલે પ્રજાના માટે પણ હમેશા અમે ઊભા રહીશું.
અમે અમારા દમ પર જીત્યા
જોકે, AAP અને AIMIMના કારણે ભાજપને ફાયદો થશે તેવી ચર્ચાઓને ભાજપના નેતાઓએ ફગાવી દીધી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, ભાજપને જે બમ્પર જીત મળી રહી છે તે ગુજરાતમાં થયેલા કામોને કારણે છે. પીએમ મોદી અને ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઘણો વિકાસ કર્યો છે, તેથી જ જનતાએ ફરી એકવાર ભાજપને પસંદ કર્યો છે. અમે અમારા દમ પર જીતી રહ્યા છીએ.