Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, જાણો કોને કેટલી સીટ મળી
Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. 182 વિધાનસભા સીટ પર 156 બેઠક જીતીને બીજેપીએ તમામ રેકોર્ડ તોડ્યા છે.
![Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, જાણો કોને કેટલી સીટ મળી BJP won 156 seats in Gujarat assembly elections Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, જાણો કોને કેટલી સીટ મળી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/08/7cbec997615858c06413774a79eb9cfb1670523892813397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. 182 વિધાનસભા સીટ પર 156 બેઠક જીતીને બીજેપીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસને 17 બેઠકો મળી છે જ્યારે આમ આદમી પાર્ટીને 5 બેઠકો જીતી છે. કુતિયાણાની એક બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા જીત્યા છે જ્યારે 3 બેઠકો પર અપક્ષ ઉમેદવારોને જીત મળી છે. તમને જણાવી દઈએ કે 2017મા કોંગ્રેસને 77 બેઠક મળી હતી જ્યારે બીજેપીને 99 બેઠક મળી છે.
કૉંગ્રેસમાંથી જીતેલા 17 ઉમેદવારોને જાણો કેટલી લીડ મળી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ભાજપે કોગ્રેસ, આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ કરીને એક તરફી વિજય મેળવ્યો હતો. ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજ્યના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ભાજપના ઉમેદવાર 150 કરતાં વધુ બેઠકો પર વિજયી થયા છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હાર થઈ છે. કૉંગ્રેસના 17 ઉમેદવારોને જીત મળી છે.
કૉંગ્રેસના જીતેલા 17 ધારાસભ્યોની લીડ
પોરબંદર અર્જૂન મોઢવાડિયા 8181
આંકલાવ અમીત ચાવડા 2729
વીજાપુર સી.જે.ચાવડા 7053
વડગામ જીગ્નેશ મેવાણી 4928
વાવ ગેનીબેન ઠાકોર 15601
દાંતા કાંતિ ખરાડી 6327
કાંકરેજ અમૃતજી ઠાકોર 5295
પાટણ કિરીટ પટેલ 17177
ચાણસ્મા દિનેશ ઠાકોર 1404
વાંસદા અનંત પટેલ 35,033
દાણીલીમડા શૈલેશ પરમાર 13,487
જમાલપુર ખાડીયા ઈમરાન ખેડાવાલ 13,658
ખંભાત ચિરાગ પટેલ 3711
ખેડબ્રહ્મા તુષાર ચૌધરી 1464
લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ 26620
માણાવદર અરવિંદ લાડાણી 3553
સોમનાથ વિમલ ચુડાસમા 922
શું કહ્યું સી.આર.પાટીલે
ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતીય સંસ્કૃતિ પાર્ટીના વિજય રથની સાથે છે. નરેન્દ્ર ભાઇએ પહેલા જ કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ મન બનાવી લીધું હતું કે વિકાસની આ યાત્રા શરૂ રાખવી છે. એક વાર ફરી ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂક્યો છે. ગુજરાતની જનતાના આદેશને વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. લોકોએ ઠગવા વાળી પાર્ટીને નકાર્યા છે. અમિત શાહ અમારી નાની વાતોનું ધ્યાન રાખ્યું અને અમારી સાથે રહ્યા. સીઆર પાટીલે સામૂહિક નેતૃત્વ સાથે ભાજપની સરકાર લઈ આવ્યા. બીજેપીનું વચન માત્ર ચૂટણી પૂરતું નથી, અમને બધાને ગર્વ છે ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું, નરેન્દ્ર મોદીની કાળી મહેનત અને પરિશ્રમનું આ પરિણામ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)