ડાયરામાં PSI પર બુટલેગરે કર્યો રુપિયાનો વરસાદ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
નવસારીમાં એક ભજનના કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા PSI અને કથિત બુટલેગર ડાયરામાં એક સાથે મંચ પર જોવા મળ્યા હતા.
નવસારી: ગુજરાતમાં બુટલેગરો અને પોલીસ એક મંચ પર જોવા મળે ત્યારે બધાને આશ્ચર્ય થાય. નવસારીમાં એક ભજનના કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા PSI અને કથિત બુટલેગર ડાયરામાં એક સાથે મંચ પર જોવા મળ્યા હતા. કથિત બુટલેગરે PSI પર પૈસા ઉડાવ્યા હતા. PSI પર બુટલેગરોએ રૂપિયાનો વરસાદ કર્યો છે. સોશિયલ મીડિયામાં નવસારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સાઈ મંદિરના પાટોત્સવ નિમિતે યોજાયેલા ડાયરામાં પીએસઆઈ પર રુપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. જેમાં મંચ પર જોવા PSI એસ. એફ. ગોસ્વામી અને બુટલેગર દીપક ઉર્ફે કાલે બાબા અને લાલો જોવા મળ્યા હતા. PSI ગોસ્વામીએ ભજનિક પર રૂપિયા ઉડાવતા જોવા મળ્યા હતા. બાદમાં બુટલેગર દીપક ઉર્ફે કાલે બાબાએ પણ PSI પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
નવસારીમાં સાંઈ મંદિરના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કથિત બુટલેગરો દ્વારા પીએસઆઈ પર રુપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. લિસ્ટેડ બુટલેગરો દિપક ઉર્ફે કાલે અને લાલા દ્વારા સુરત શહેરના ટ્રાફિક PSI એસ. એફ. ગોસ્વામી પર રુપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં PSI લોકોનું અભિવાદન કરતાં અને કથિત બુટલેગરો દ્વારા તેમના પર નોટો વરસાવવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પોલીસ અને બુટલેગરો વચ્ચેની આ પ્રકારની મિત્રતાથી ઘણા સવાલો ઊભા થયા છે.
સુરતમાં પરિણીત મહિલા સાથે પ્રેમ કરવો યુવકને પડ્યો ભારે, પતિએ કરી નાખી હત્યા
સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પરણીત મહિલા સાથેના પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી છે. આ મામલે સરથાણા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. પતિના હાથમા પત્નીનો મોબાઈલ ફોન આવી જતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
પ્રેમિકાએ પ્રેમીને કોલ પર ગામથી જલ્દી આવાનું જણાવ્યું હતુ. ગામથી પ્રેમી આવતાની સાથે જ પતિની હત્યાનો પ્લાન હતો. પતિએ કોલ રેકોર્ડિંગ સાંભળી લેતા સ્ટોરીમાં ટ્વીસ્ટ આવ્યો હતો. પ્રેમીના ગામથી આવતાની સાથે જ પતિએ તેની હત્યા કરી નાખી હતી. સુરતના લસકાણા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આ મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.