શોધખોળ કરો

BOTAD : નવ નિયુક્ત મામલતદારે કરી રેડ, ગેરકાયદેસર ઘઉં અને ચોખાનો મોટો જથ્થો ઝડપાયો

Botad News : બોટાદ શહેરના હારણકુઈ વિસ્તારમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર ઘઉં-ચોખાની હેરાફેરી થતી હોય તેવી માહિતી મળી હતી.

Botad : બોટાદના હારણકુઈ સોસાયટીમાં ગેરકાયદેસર  ઘઉં-ચોખાનો મસમોટો જથ્થો ઝડપયો છે.  પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા  સંયુક્ત રેડ કરતા જથ્થો ઝડપયો છે. જો કે ગોડાઉનમાલિકે  આક્ષેપ કર્યો હતો કે અન્ય ગેરકાયદેસર ગોડાઉન ચાલતા હોય તો પણ માત્ર મારે ત્યાં જ રેડ કરવામાં આવે છે. નવ નિયુક્ત મામલતદાર દ્વારા કહેવામાં આવ્યું કે આવી તમામ જગ્યા પર કામગીરી કરવામાં આવશે.

ગેરકાયદેસર અનાજનો  જથ્થો ઝડપયો તેવી ઘટના વારંવાર પ્રકાશ માં આવતી હોય છે અને ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો એકત્રિત કરનાર વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. બોટાદ શહેર માં થોડા દિવસો પહેલા એક ટ્રક ગેરકાયદેસર ચોખા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી ત્યાં ફરી આજે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપયો.

બોટાદ શહેરના હારણકુઈ વિસ્તારમાં  અલાઉદીન પરમાર નામની વ્યક્તિના ગોડાઉનમાં ગેરકાયદેસર ઘઉં-ચોખાની હેરાફેરી થતી હોય તેવી માહિતી મળતા બપોરના સમયે બોટાદ પ્રાંતકચેરીના નાયબ મામલતદાર તેમજ બોટાદના નવ નિયુક્ત મામલતદાર અને સ્ટાફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રેડ કરતા રેશનનો મોટો અનઅધિકૃત ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો હતો  અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગેરકાયદેસર ઘઉં ચોખાનો જથ્થો રાખનાર અલાઉદીન પરમાર દ્વારા  આક્ષેપ કરવામાં આવેલ કે અગાઉ  4 વખત તેમને  ત્યાં અધિકારીઓએ રેડ કરેલી પણ, શહેરમાં અન્ય ત્રણ જગ્યા પર ચાલતા ગોડાઉનમાં અધિકારી કેમ જતા નથી?  આ ગોડાઉન માલિકે આડકતરી રીતે અધિકારીઓ હપ્તા લેતા હોય તેવો ઈશારો  કરી તમામ જગ્યા પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. 

ગોડાઉન મલિક અલાઉદીન પરમારના આક્ષેપ પર   નવ નિયુક્ત પ્રતિક્રિયા આપતા મામલતદારે કહ્યું કે તેઓ   હમણાં જ આવ્યા છે, આગામી દિવસોમાં અન્ય જગ્યા પર પણ કામગીરી કરશું તેમજ હાલમાં ઝડપાયેલા જથ્થાને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે  તેમ  જણાવેલ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget